________________
e-pion]n : –plin
८३
સૂત્રકારે સર્વ બાહ્ય મંડળ પર સૂર્યની મુહૂર્ત ગતિ ૫,૩૦૫ ૨ યોજનની કહી છે, તે , ૐ યોજનની વૃદ્ધિથી ગણના કરતાં પ્રાપ્ત થાય છે. વ્યાવહારિક ની વૃદ્ધિથી પ્રાપ્ત થતી નથી. (જુઓ પરિશિષ્ટ–૯. સૂર્યના ૧૮૪ મંડલ વિગતનું કોષ્ટક) અથવા અંતિમ મંડળ પરિધિના ૩,૧૮,૩૧૫ યોજનને ૬૦થી ભાગ આપવાથી પ્રાપ્ત થાય છે, યથા- ૩,૧૮,૩૧૫ + ૬૦ = ૫,૩૦૫ ૢ યોજનની અંતિમ મંડળની મુહૂર્તગતિ પ્રાપ્ત થાય છે. બીજા બાહ્ય મંડળની મુહૂર્ત ગતિ અંતિમ મંડળની મુહૂર્ત ગતિથી ભાગ ન્યૂન થાય છે. ૫,૩૦૫ – ૪ - ૫,૩૦૪ ૭ યોજન બીજા બાહ્ય મંડળની મુહૂર્ત ગતિ છે. આ રીતે જ્યારે સૂર્ય અંદરના મંડળમાં પ્રવેશ કરે ત્યારે તેની મુહૂર્ત ગતિમાં ક્રમશઃ ૐ યોજનની હાનિ થાય છે.
-
સૂર્ય દૃષ્ટિપથ પ્રાપ્તિ :– સૂર્ય ઉદય સમયે જેટલે દૂરથી દેખાય તે દૃષ્ટિપથ પ્રાપ્તિ કે દષ્ટિ ગોચરતા કહેવાય છે. ઉદય સમયે સૂર્ય જેટલે દૂરથી દેખાય તેટલે જ દૂરથી અસ્ત સમયે દેખાય છે. સૂત્રકારે તે માટે ચક્ષુ સ્પર્શ શબ્દનો પ્રયોગ કર્યો છે. સૂર્યશ્વક્ષુસ્પર્શી ચક્ષુર્વિષય વ્વ શીઘ્રમા ઋતિ । ચક્ષુનો વિષય બને, સૂર્ય આંખનો વિષય બને તેને ચક્ષુ સ્પર્શ કહે છે. દષ્ટિપથપ્રાપ્તતા ચક્ષુસ્પર્શ પુરુષ છાયા ત્યેવાા:। દષ્ટિપથ પ્રાપ્તિ, ચક્ષુ સ્પર્શ, પુરુષ છાયા આ ત્રણે એકાર્થ શબ્દ છે. સૂત્રકારે પ્રસ્તુત સૂત્રોમાં ચક્ષુસ્પર્શ અને પુરુષ છાયા આ બંને શબ્દનો પ્રયોગ કર્યો છે.
દૃષ્ટિપથ પ્રાપ્ત કરવાની વિધિ :– પ્રત્યેક મંડળે સૂર્યની જે મુહૂર્ત ગતિ હોય તેની સાથે તે જ મંડળે જેટલા મુહૂર્તનો દિવસ હોય તેનાથી ગુણતા સૂર્યનું તાપક્ષેત્ર પ્રાપ્ત થાય છે અર્થાત્ સૂર્ય તેટલા ક્ષેત્રને એક દિવસમાં પ્રકાશિત કરે છે અને સૂર્ય જેટલા ક્ષેત્રને પ્રકાશિત કરતો હોય તેનાથી બરાબર અર્ધક્ષેત્ર પ્રમાણ દૂર રહેલા મનુષ્યને સૂર્ય ઉદય-અસ્ત સમયે દષ્ટિગોચર થાય છે. જેમ કે સૂર્યાસ્યંતર મંડળ ઉપર સૂર્યની મુહૂર્તગતિ ૫,૨૫૧ ૨ યોજન છે અને દિવસ ૧૮ મુહૂર્તનો હોય છે, તેથી ૫,૨૫૧ × ૧૮ = ૯૪,૫૨૬ ૪૨ ૦ યોજનનું તાપક્ષેત્ર અથવા ઉદય-અસ્ત વચ્ચેનું અંતર પ્રાપ્ત થયું. તેનું અર્ધું કરતાં અર્થાત્ ૨ થી ભાગ આપતા (૯૪,૫૨૬ ૪ તાપ ક્ષેત્ર + ૨ =) ૪૭,૨૬૩ ૧ યોજન દૂરથી સૂર્ય દષ્ટિગોચર થાય છે.
॥ પ્રાભૂત ૨/૩ સંપૂર્ણ
॥ બીજું પ્રાભૃત સંપૂર્ણ