________________
પ્રાભૃત-૨: પ્રતિપ્રાભૃત–૩
[ ૮૧ ]
मुहुत्तगई णिव्वुड्डेमाणे-णिव्वुड्डेमाणे साइरेगाइं पंचासीई-पंचासीई जोयणाई पुरिसच्छायं अभिवुड्डेमाणे-अभिवुड्डेमाणे सव्वभंतरं मंडलं उवसंकमित्ता चारं વરકું !
ता जया णं सूरिए सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं पंच पंच जोयणसहस्साई दोण्णि य एक्कावण्णे जोयणसयाई एगूणतीसं च सट्ठिभाए जोयणस्स एगमेगे णं मुहुत्ते णं गच्छइ । तया णं इहगयस्स मणूसस्स सीयालीसाए जोयणसहस्सेहिं दोहिं य तेवढेहिं जोयणसएहिं य एक्कवीसाए य सट्ठिभागेहिं जोयणस्स सूरिए चक्खुप्फास हव्वमागच्छइ, तया णं उत्तमकट्ठपत्ते उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहणिया दुवालसमुहुत्ता राई भवइ । एस णं दोच्चे छम्मासे, एस णं दोच्चस्स छम्मासस्स पज्जवसाणे । एस णं आइच्चे संवच्छरे, एस णं आइच्चस्स संवच्छरस्स पज्जवसाणे । ભાવાર્થ :- આ રીતે, આ ક્રમથી અંતિમ ૧૮૪મા મંડળથી અંદર પ્રવેશતા, પછી પછીના મંડળો પર સંક્રમણ કરતા સૂર્ય પ્રત્યેક મંડળે ૧૬ યોજનની ગતિને ઘટાડતાં-ઘટાડતાં અને સાતિરેક ૮૫ યોજના પુરુષ છાયા-દષ્ટિપથને વધારતાં-વધારતાં સર્વાત્યંતર મંડળ પર પહોંચે છે.
સૂર્યો જ્યારે સર્વાત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતા હોય ત્યારે સૂર્ય પ્રત્યેક મુહૂર્તે ૫,૨૫૧૬ યોજન ક્ષેત્રને પાર કરે છે અને ત્યારે ભરત-ઐરાવત ક્ષેત્રના મનુષ્યો તે સૂર્યને ૪૭,૨૩ ૨ યોજન દૂરથી જુએ છે. ત્યારે સૌથી મોટો, લાંબામાં લાંબો ૧૮ મુહૂર્તનો દિવસ અને ટૂંકામાં ટૂંકી ૧૨ મુહૂર્તની રાત્રિ થાય છે. આ રીતે બીજા છ માસ થાય છે. સર્વાત્યંતર મંડળ ઉપરનું સૂર્ય પરિભ્રમણ પૂર્ણ થતાં બીજા છ માસ (ઉત્તરાયણ)નો અંત થાય છે. આ આદિત્ય સંવત્સર છે, બે અયન પૂર્ણ થતાં આદિત્ય સંવત્સરનો અંત થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રત્યેક મંડળ ઉપર સૂર્ય એક-એક મુહૂર્તમાં કેટલા યોજન ચાલે છે તથા ભરત-ઐરાવત ક્ષેત્રના મનુષ્યો ઉદય-અસ્ત સમયે સૂર્યને કેટલા યોજન દૂરથી જુએ છે, તેનું વર્ણન છે.
સૂર્ય દક્ષિણાયનના છ મહિનામાં(૧૮૩ અહોરાત્રમાં) ૧૮૩ મંડળ ઉપર અને ઉત્તરાયણના છ મહિનામાં(૧૮૩ અહોરાત્રમાં) ૧૮૩ મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. સૂર્ય પ્રત્યેક મંડળ ૩૦ મુહૂર્તમાં પાર કરે છે. દક્ષિણાયનમાં પ્રત્યેક મંડળની લંબાઈ, પહોળાઈ, પરિધિ વધતા જાય છે અને ઉત્તરાયણમાં પ્રત્યેક મંડળની લંબાઈ, પહોળાઈ, પરિધિ ઘટતા જાય છે. મંડળની પરિધિ વધવા છતાં સૂર્યની ગતિના કાલમાનમાં વધારો થતો નથી. ૩૦ મુહૂર્ત અર્થાત્ એક અહોરાત્ર(૨૪ કલાક)માં જ તે મંડળ તેને પાર કરવાનું હોય છે, તેથી પ્રતિ મંડળે સૂર્ય પોતાની પરિભ્રમણ ગતિ વધારે છે. મુહૂર્ત ગતિ:- પ્રતિમંડળ ઉપર સૂર્ય એક-એક મુહૂર્તમાં જેટલા યોજન ચાલે તે તેની મુહૂર્ત ગતિ કહેવાય છે. સૂર્યની મુહૂર્તગતિ નિશ્ચિત કરવાની વિધિઃ- સર્વોપ મંડનમેવોના હોરાત્રે રાખ્યાં સૂર્યા परिसमाप्यते, प्रतिसूर्य अहोरात्र गणने परमार्थतो द्वावहोरात्रौ भवतः, द्वयोश्चाहोरात्रयोः षष्टिमुहूर्तास्ततो मण्डल परिरयस्य षष्ट्या भागे हृते यल्लभ्यते तन्मुहूर्तगति प्रमाणं ।