________________
| પ્રાભૂત-૨ઃ પ્રતિપ્રાભૃત-૩
પાંચ-પાંચ હજાર યોજન ક્ષેત્રને પાર કરે છે. મધ્યમ(અસ્તથી પૂર્વના મુહૂર્તના) તાપ ક્ષેત્રને સંપન્ન સૂર્ય મંદ ગતિવાળો હોય છે, ત્યારે સૂર્ય મુહૂર્તમાં 8000 યોજન ક્ષેત્રને પાર કરે છે. જ્યારે સૂર્ય સર્વાત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે સૌથી મોટો, લાંબામાં લાંબો ૧૮ મુહૂર્તનો દિવસ અને ટૂંકામાં ટૂંકી ૧૨ મુહુર્તની રાત્રિ હોય છે. તે દિવસે ૧૮ મુહૂર્તમાંથી ઉદય સમયના એક મુહૂર્તમાં ૬000 યોજન + અસ્ત સમયના એક મુહુર્તમાં 9000 યોજનની ગતિ હોવાથી = ૧૨000 યોજનની ગતિ, મધ્યના ૧૫ મુહૂર્તમાં ૫000 યોજનની ગતિ હોવાથી ૧૫ x ૫૦૦૦ = ૭૫000 યોજનની ગતિ અને અંતિમ મુહૂર્ત પૂર્વના મુહૂર્તમાં ૪૦૦૦ યોજનની ગતિ, આ રીતે ૧૨૦૦૦+ ૭૫,000 + ૪000 = ૯૧૦૦૦ યોજન ક્ષેત્રમાં ગતિ કરે છે અર્થાત્ તેટલા યોજનનું તાપક્ષેત્ર છે.
જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે સૌથી મોટી, લાંબામાં લાંબી ૧૮ મુહૂર્તની રાત્રિ અને ટૂંકામાં ટૂંકો ૧૨ મુહૂર્તનો દિવસ હોય છે.
તે દિવસે ઉદય-અસ્તના બે મુહૂર્તમાં ૬,000+ ૬,000 યોજન = ૧૨,000 યોજન, મધ્યના ૯ મુહૂર્તમાં ૫,૦૦૦ યોજનની ગતિ હોવાથી ૯ x ૫,000 = ૪૫,000 યોજન અને અસ્તથી પૂર્વના એક મુહૂર્તમાં ૪,૦00 યોજનની ગતિ, આ રીતે ૧૨,000 + ૪૫,૦૦૦ + ૪,૦૦૦ = ૧,૦૦૦ (એકસઠ હજાર) યોજનનું તાપક્ષેત્ર હોય છે. સૂર્યની મુહૂર્ત ગતિઃ| ६ वयं पुण एवं वयामो- ता साइरेगाइं पंच पंच जोयणसहस्साई सूरिए एगमेगेणं मुहुत्तेण गच्छइ । ભાવાર્થ:- ભગવાન એમ કહે છે કે સૂર્ય પ્રત્યેક મુહૂર્તે સાધિક પાંચ-પાંચ હજાર યોજન ક્ષેત્રને પાર કરે છે.
तत्थ को हेऊ त्ति वएज्जा ?
ता अयणं जंबुद्दीवे दीवे सव्वदीवसमुद्दाणं सव्वब्भंतराए जाव परिक्खेवेणं पण्णत्ते । ता जया णं सूरिए सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं पंच पंचजोयणसहस्साई दोण्णि य एक्कावण्णे जोयणसए एगणतीस च सट्ठिभाए जोयणस्स एगमेगेणं मुहुत्तेणं गच्छइ ।
तया णं इहगयस्स मणूसस्स सीयालीसाए जोयणसहस्सेहिं दोहिं य तेवढेहिं जोयणसएहिं एक्कवीसाए य सट्ठिभागेहिं जोयणस्स सूरिए चक्खुप्फास हव्वमागच्छइ । तया णं उत्तमकट्ठपत्ते उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहणिया दुवालसमुहुत्ता राई भवइ । ભાવાર્થ :- પ્રશ્ન- સૂર્ય પ્રત્યેક મુહૂર્તે સાધિક ૫,000 યોજન ક્ષેત્રને પાર કરે છે, તેનું શું કારણ છે ? ઉત્તર- સર્વ દીપ-સમુદ્રની મધ્યમાં પરિધિથી યુક્ત જંબૂદ્વીપ નામનો દ્વીપ છે. તે જંબૂદ્વીપની ઉપર, મેરુપર્વતની સમીપના સર્વાત્યંતર મંડળ ઉપર જ્યારે સૂર્ય પરિભ્રમણ કરતા હોય ત્યારે સૂર્ય પ્રત્યેક મુહૂર્તે પાંચ હજાર બસો એકાવન પૂર્ણાક ઓગણત્રીસ સાઠાંશ(પરપ૧ ૨) યોજના ક્ષેત્રને પાર કરે છે અર્થાત્ સર્વાત્યંતર મંડળ ઉપર સૂર્ય વિમાનની મુહૂર્તગતિ પરપ૧૬ યોજનાની હોય છે.