________________
[ ૭૦ |
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
છે. સમતલ પૃથ્વીથી અર્થાત્ આપણી આ પૃથ્વીથી ૮00 યોજન ઉપર સૂર્યના મંડળ છે. બકુલોયણ તથા રત્નપ્રભાપૃથ્વીના સમભૂમિ ભાગથી ૮00 યોજન ઉપર(ઊંચાઈએ) રત્નપ્રભા પૃથ્વીનું ઉપરિતલ એટલે જે આપણે રહીએ છીએ તે જંબૂદ્વીપની પૃથ્વી. આપણી આ પૃથ્વીથી ૮00 યોજન ઊંચે જંબૂદ્વીપના બે સૂર્ય વિમાન મેરુ પર્વતને પ્રદક્ષિણા કરી રહ્યા છે, તેમ સમજવું.
જંબદ્વીપની ઉપર જંબુદ્વીપની આડી-ઊભી બંને જીવા ઉપર ૧૮૦-૧૮૦ યોજન પ્રમાણ ક્ષેત્ર શેષ હોય, ત્યાંથી સૂર્યના પરિભ્રમણ માર્ગ–મંડળ શરૂ થાય છે. તે મંડળના ૧૨૪ વિભાગની કલ્પના કરીને આડી-ઊભી જીવાના છેદથી તેના ચાર વિભાગની કલ્પના કરવાની છે. ૧૨૪ વિભાગવાળા મંડળ ના પ્રત્યેક ચતુર્થ વિભાગમાં ૩૧-૩૧ વિભાગ આવે છે. તેમાંથી અગ્નિકોણવાળા ચોથા વિભાગમાં નૂતન વર્ષના પ્રારંભે જે સૂર્ય હોય તે ભારતીય સૂર્ય પ્રથમ અહોરાત્રમાં દક્ષિણ જંબૂદ્વીપમાં પ્રકાશ કરે છે અને વાયવ્યકોણમાં રહેલો ઐરવતીય સૂર્ય ઉત્તર જંબૂદ્વીપમાં પ્રકાશ કરે છે, ત્યારે જંબૂદ્વીપના દક્ષિણ-ઉત્તરમાં અર્થાત્ ભરત-ઐરાવત ક્ષેત્રમાં દિવસ હોય છે અને પૂર્વ-પશ્ચિમ જંબૂદ્વીપ(મહાવિદેહ ક્ષેત્રોમાં રાત હોય છે.
ભારતીય સૂર્ય બીજા અહોરાત્રમાં પશ્ચિમ જંબૂદ્વીપમાં અને ઐરવતીય સૂર્ય પૂર્વ જંબૂદ્વીપમાં પ્રકાશ કરે છે, ત્યારે જંબૂદ્વીપના પૂર્વ-પશ્ચિમમાં અર્થાતું મહાવિદેહ ક્ષેત્રમાં દિવસ હોય છે અને દક્ષિણ તથા ઉત્તર જંબૂદ્વીપમાં અર્થાત્ ભરત-ઐરાવત ક્ષેત્રમાં રાત હોય છે. જબૂદ્વીપમાં દિવસ-રાત્રિ કરતાં બે સૂર્ય
---------
---
--
VODA
26 k * *
---૦૦ ? -------
,
F
દૃ
NA દિવ*/
દિવસ
દરોડા
દિવો
કોઝ/
અિત્ત-- *
| પ્રાભૂત-ર/૧ સંપૂર્ણ