________________
પ્રાભૂત-૨: પ્રતિપ્રાભૃત-૧
.
૯ |
ત્યારે દક્ષિણાર્ધ તિર્યક લોકમાં દિવસ હોય છે અને ઉત્તરાર્ધ તિર્યક લોકમાં રાત્રિ હોય છે. તે સૂર્ય જ્યારે ઉત્તરાર્ધ લોકને પ્રકાશિત કરે ત્યારે ઉત્તરાર્ધ લોકમાં દિવસ અને દક્ષિણાર્ધ લોકમાં રાત્રિ હોય છે. આ રીતે દક્ષિણાર્ધ-ઉત્તરાર્ધ બંને લોકમાં તીરછી દિશામાં પ્રકાશ કરતો સૂર્ય પૂર્વ દિશાના ક્ષિતિજ ભાગથી અનેક યોજન, સેંકડો યોજન, હજારો યોજન દૂર ઊંચે આકાશમાં પ્રકાશ પાથરતો રહે છે. સૂર્યના તિર્થક ભ્રમણ થતાં જંબૂદ્વીપમાં રાત્રિ-દિવસ - | २ वयं पुण एवं वयामो- ता जंबुद्दीवस्स दीवस्स पाईण-पडीणाययाए उदीण-दाहिणाययाए जीवाए मंडलं चउव्वीसेणं सएणं छेत्ता दाहिणपुरस्थिमसि उत्तरपच्चत्थिमंसि य चउब्भाग मंडलंसि इमीसे रयणप्पभाए-पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ अट्ठजोयणसयाई उड्टुं उप्पइत्ता, एत्थ णं पाओ दुवे सूरिया आगासाओ उत्तिट्ठति।
ते णं इमाई दाहिणुत्तराई जंबूद्दीवभागाइं तिरियं करेंति, करेत्ता पुरथिम पच्चत्थिमाई जंबुद्दीवभागाई तामेव राओ, ते णं इमाई पुरथिमपच्चत्थिमाई जंबुद्दीवभागाई तिरियं करेंति, करेत्ता दाहिणुत्तराई जंबुद्दीवभागाई तामेव राओ। ભાવાર્થ :- ભગવાન એમ કહે છે કે આ જંબૂદ્વીપની પૂર્વ-પશ્ચિમ લાંબી તથા ઉત્તર-દક્ષિણ લાંબી જીવાના છેદથી ૧૨૪ વિભાગવાળા સૂર્ય મંડળના ચાર વિભાગ થાય છે, તેમાંથી અગ્નિકોણ અને વાયવ્ય કોણના ચોથા વિભાગમાં, આ રત્નપ્રભા પૃથ્વીના સમતલ ભૂમિભાગથી ૮00 યોજન ઊંચે પ્રાતઃકાળે બંને સૂર્યો આકાશમાં ઉદિત થાય છે.
તે બે સૂર્યમાંથી એક સૂર્યદક્ષિણ જંબૂદ્વીપમાં અને એક સૂર્ય ઉત્તર જેબૂદ્વીપમાં પ્રકાશ પાથરે છે તેથી ત્યાં દિવસ હોય છે, તે સમયે પૂર્વ અને પશ્ચિમ જંબૂદ્વીપમાં રાત્રિ હોય છે. આ બંને સૂર્ય જ્યારે પૂર્વ અને પશ્ચિમ જેબૂદ્વીપમાં પ્રકાશ પાથરે છે, ત્યારે ત્યાં દિવસ હોય છે અને તે સમયે દક્ષિણ તથા ઉત્તર જેબૂદ્વીપમાં રાત્રિ હોય છે. | ३ ते णं इमाई दाहिणुत्तराई पुरथिमपच्चत्थिमाइय जंबुद्दीवभागाइं तिरिय करेंति, करेत्ता जंबुद्दीवस्स दीवस्स पाईणपडीणाययाए उदीणदाहिणाययाए जीवाए मंडलं चउव्वीसेणं सएणं छेत्ता दाहिणपुरत्थिमंसि उत्तरपच्चत्थिमंसि य चउभाग मंडलंसि इमीसे रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ अट्ठ जोयणसयाई उड्उप्पइत्ता, एत्थ णं पाओ दुवे सूरिया आगासंसि उत्तिट्ठति । ભાવાર્થ :- આ રીતે બંને સૂર્ય જેબૂદ્વીપના દક્ષિણ અને ઉત્તર વિભાગમાં તથા પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં પ્રકાશ પાથરે છે. જંબૂદ્વીપની પૂર્વ-પશ્ચિમ લાંબી તથા ઉત્તર-દક્ષિણ લાંબી જવાના છેદથી ૧૨૪ વિભાગવાળા સૂર્યમંડળના ચાર ભાગમાંથી અગ્નિકોણ તથા વાયવ્ય કોણના ચતુર્થ વિભાગમાં, આ રત્નપ્રભા પૃથ્વીના સમતલ ભૂમિભાગથી ૮00 યોજન ઊંચે બંને સૂર્ય આકાશમાં પ્રકાશ પાથરતા રહે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં તિર્યક લોકમાં અને જંબૂદ્વીપમાં સૂર્ય દ્વારા થતી રાત્રિ-દિવસની વ્યવસ્થાનું વર્ણન