________________
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રાપ્તિ સૂત્ર
एगे पुण एवमाहंसु-ता पुरत्थिमाओ लोयंताओ पाओ सूरिए आउकायंसि उत्तिट्ठइ, से णं इमं तिरियंलोयं तिरियं करेइ, करेत्ता पच्चत्थिमंसि लोयंतंसि सायं सूरिए आउकायंसि अणुपविसइ, अणुपविसित्ता अहे पडियागच्छइ पडियागच्छित्ता पुणरवि अवरभू पुरत्थिमाओ लोयंताओ पाओ सूरिए आउकायंसि उत्तिट्ठइ, एगे एवमाहंसु ।
.
एगे पुण एवमाहंसु - ता पुरत्थिमाओ लोयंताओ बहूइं जोयणाइं बहूई जोयणसयाइं बहूइं जोयणसहस्साइं उड्डुं दूरं उप्पइत्ता, एत्थ णं पाओ सूरिए आगासंसि उत्तिट्ठई, से णं इमं दाहिणडलोयं तिरियं करेइ, करेत्ता उत्तरडलोयं तमेव राओ, से णं इमं उत्तरडलोयं तिरियं करेइ, करेत्ता दाहिणड्डलोयं तमेव राओ, से णं इमई दाहिणुत्तरडलोयं तिरियं करेइ, करेत्ता पुरत्थिमाओ लोयंताओ बहूइं जोयणाई बहूइं जोयणसयाइं, बहूहूं जोयणसहस्साइं उड्डुं दूरं उप्पइत्ता, एत्थ णं पाओ सूरिए आगासंसि उत्तिट्ठइ, एगे एवमाहंसु ।
ભાવાર્થ:- પ્રશ્ન– સૂર્યનું તિરછું ગમન કેવી રીતે થાય છે ? ઉત્તર– સૂર્યના તિર્યક ગમન વિષયક અન્યતીર્થિકોની આઠ પ્રતિપત્તિઓ—માન્યતાઓ કહી છે, તે આ પ્રમાણે છે—
(૧) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સૂર્ય પ્રાતઃકાળે(સવારે) આકાશમાં પૂર્વી લોકાંતે(ક્ષિતિજે) મરિચી– તેજપુંજ રૂપે પ્રગટ થાય છે અને તિર્યક લોકને પ્રકાશિત કરીને સાંજે પશ્ચિમી લોકાંતે(ક્ષિતિજે) અસ્ત પામે છે. (૨) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સૂર્ય પ્રાતઃકાળે આકાશમાં પૂર્વી ક્ષિતિજે ઉદિત થાય છે અને તિર્યક લોકને પ્રકાશિત કરીને સાંજે પશ્ચિમી ક્ષિતિજે અસ્ત પામે છે.
(૩) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે પ્રાતઃકાળે સૂર્ય આકાશમાં પૂર્વી ક્ષિતિજે પ્રગટ થાય છે, આ તિર્યક લોકને પ્રકાશિત કરે છે અને સાંજે પશ્ચિમી આકાશમાં પ્રવેશીને અધોલોકમાં જઈને ફરી પાછો આપણી પૃથ્વી ઉપર આવી પૂર્વી ક્ષિતિજે પ્રભાતે આકાશમાં પ્રગટ થાય છે.
(૪) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે પ્રાતઃકાળે સૂર્ય પૂર્વી ક્ષિતિજે પૃથ્વીમાંથી બહાર નીકળે છે, તિર્થંક લોકને પ્રકાશિત કરે છે અને સાંજે પશ્ચિમી ક્ષિતિજે પૃથ્વીમાં અસ્ત પામે છે.
(૫) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે પ્રાતઃકાળે સૂર્ય પૂર્વી ક્ષિતિજે પૃથ્વીમાંથી બહાર નીકળે છે, તિર્યક લોકને પ્રકાશિત કરે છે અને સાંજે પશ્ચિમી ક્ષિતિજે પૃથ્વીમાં પ્રવેશીને અધોલોકમાં જઈને ફરી પાછો આપણી પૃથ્વી ઉપર આવી પ્રભાતે પૂર્વી ક્ષિતિજે પૃથ્વીમાંથી પ્રગટ થાય છે.
(૬) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે પ્રાતઃકાળે સૂર્ય પૂર્વી ક્ષિતિજે પાણીમાં(સમુદ્રમાં)થી બહાર નીકળે છે, આ તિર્યક લોકને પ્રકાશિત કરે છે અને સાંજે પશ્ચિમી ક્ષિતિજે પાણીમાં(સમુદ્રમાં)ડૂબી જાય છે. (૭) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે પ્રાતઃકાળે સૂર્ય પૂર્વી ક્ષિતિજે સમુદ્રમાંથી બહાર નીકળે છે, આ તિર્યક લોકને પ્રકાશિત કરે છે અને સાંજે સમુદ્રમાં પ્રવેશીને અધોલોકમાં જઈને, ફરી પાછો આપણી પૃથ્વી ઉપર આવી પૂર્વી ક્ષિતિજે સમુદ્રમાંથી પ્રગટ થાય છે.
(૮) કેટલાક અન્યતીર્થિકો કહે છે કે સૂર્ય પૂર્વી ક્ષિતિજથી અનેક યોજન, સેંકડો યોજન, હજારો યોજન દૂર ઊંચે આકાશમાં પ્રાતઃકાળે ઉદિત થાય છે. તે સૂર્ય દક્ષિણાર્ધ લોકને પ્રકાશિત કરતો ઉત્તરાર્ધમાં જાય છે.