________________
૬૦ ]
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
૨૭૯) યોજન હોય છે. ત્યારે મુહૂર્ત ન્યૂન ૧૮ મુહૂર્ત (૧૭૫ મુહૂર્ત)ની રાત્રિ તથા મુહૂર્ત અધિક ૧૨ મુહૂર્ત (૧૨ મુહૂર્ત)નો દિવસ હોય છે.
९ एवं खलु एएणं उवाएणं पविसमाणे सूरिए तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडल संकममाणे-संकममाणे पंच-पंच जोयणाई पणतीस च एगट्ठिभागे जोयणस्स एगमेगे मंडले विक्खंभवु४ि णिवुड्डेमाणे-णिवुड्डेमाणे अट्ठारस जोयणाइ परिरयवढेि णिवुड्डेमाणे-णिवुड्डेमाणे सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, ता जया णं सूरिए सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ,
तया णं सा मंडलवया अडयालीसं एगट्ठिभागे जोयणस्स बाहल्लेणं, णवणउइं जोयणसहस्साई छच्च चत्ताले जोयणसए आयाम-विक्खंभेणं, तिण्णि जोयणसयसहस्साइं पण्णरससहस्साई एगूणणउई च जोयणाई किंचि विसेसाहिए परिक्खेवेणं पण्णत्ते, तया णं उत्तमकट्ठपत्ते उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहणिया दुवालसमुहुत्ता राई भवइ ।
एस णं दोच्चे छम्मासे एस णं दोच्चस्स छम्मासस्स पज्जवसाणे, एस णं आइच्चे संवच्छरे एस णं आइच्चस्स संवच्छरस्स पज्जवसाणे । ભાવાર્થ :- આ રીતે, આ ક્રમથી બાહ્ય મંડળથી અંદર પ્રવેશતા સુર્ય પછી-પછીના મંડળો ઉપર સંક્રમણ કરતા પ્રત્યેક મંડળે લંબાઈ-પહોળાઈમાં પ યોજન અને પરિધિમાં ૧૮ યોજનને ઘટાડતાં-ઘટાડતાં સર્વાવ્યંતર મંડળ ઉપર પહોંચે છે.
સુર્યો જ્યારે સર્વાત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતા હોય, ત્યારે તે સર્વાત્યંતર(પ્રથમ) મંડળ નો વિસ્તાર ફેંક યોજન, લંબાઈ-પહોળાઈ ૯૯,૬૪૦ યોજન અને પરિધિ સાધિક ૩,૧૫,૦૮૯ યોજન હોય છે અને ત્યારે સૌથી મોટો, લાંબામાં લાંબો ૧૮ મુહૂર્તનો દિવસ અને ટૂંકામાં ટૂંકી ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે.
આ રીતે બીજા છ માસ પૂર્ણ થાય છે. સર્વાત્યંતર મંડળ ઉપર સૂર્યનું પરિભ્રમણ પૂર્ણ થતાં બીજા છ માસ અર્થાત્ ઉત્તરાયણનો અંત થાય છે. આ આદિત્ય સંવત્સર છે. બે અયન પૂર્ણ થતાં આદિત્ય સંવત્સરનો અંત થાય છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં સૂર્યના ૧૮૪ મંડળનો વિસ્તાર, લંબાઈ-પહોળાઈ તથા પરિધિનું કથન છે. મંડસંવત- મંડલ સ્થાન. અહીં મંડળનવતાની સંસ્કૃત છાયા ખંડનાન કરવામાં આવે છે. મંડલપલાનિ સૂર્યમંડન સ્થાનાનીત્યર્થ - વૃત્તિ. પ્રસ્તુત પ્રસંગમાં મંડળ પદથી મંડળ(માર્ચ) સ્થાન અર્થનું ગ્રહણ થાય છે.
સાતમાં પ્રતિપ્રાભૃતમાં નંદનવતાની સંસ્કૃત છાયા મંડલવતા હોવાથી ત્યાં મંડલવાન–સૂર્યાદિ વિમાન અર્થ કરવામાં આવેલ છે.