________________
| ૩૦ |
શ્રી જંબુઢીપ પ્રાપ્તિ સૂત્ર
યોજન લાંબી છે. પૂર્વ-પશ્ચિમ ૧૨ યોજન
ગુફા દ્વાર પ્રમાણ વૈતાઢ્ય પર્વત ગુફા પ્રમાણ
પહોળી અને ૮ યોજન ઊંચી છે. ૯ ૪ યો. તે
આ ગુફાની ઉત્તર-દક્ષિણ બંને બાજુએ ૪ યોજન પહોળા અને આઠ યોજન ઊંચા વજમય દ્વાર છે અને તે દ્વારથી ગુફા બંધ રહે છે. ચક્રવર્તી દિગ્વિજય સમયે તેના દ્વાર ખોલાવે છે અને માત્ર ચક્રવર્તીના જીવન પર્યત જ તે દ્વાર ખુલા રહે છે.
આ બંને ગુફામાં ત્રણ-ત્રણ
યોજનની વિસ્તૃત ઉન્મજ્ઞા અને નિમગ્ના નામની બે નદીઓ ગુફાની એક દિવાલમાંથી પ્રવેશી બીજી દિવાલમાંથી બહાર નીકળી ગંગા, સિંધુમાં મળી જાય છે.
તિમિસ ગુફાના અધિપતિ કૃતમાલક દેવ છે અને ખંડપ્રપાતા ગુફાના અધિપતિ નૃતમાલક દેવ છે વગેરે વર્ણન સ્ત્રાર્થથી સ્પષ્ટ છે. વિદ્યાધર શ્રેણીઓ :- વૈતાઢ્ય પર્વત ઉપર ૧0 યોજન ઊંચે. પર્વતની ઉત્તર-દક્ષિણ બંને બાજએ એક-એક, એમ બે વિદ્યાધરની શ્રેણીઓ છે. તે પર્વત જેટલી લાંબી અને ૧૦-૧૦ યોજન પહોળી છે. પર્વતની આ મેખલા અર્થાત્ કટીબાગ જેવા સપાટ ભૂમિભાગ ઉપર વિધાધર મનુષ્યોના પંક્તિબદ્ધ નગરો છે અને ત્યાં વિધાધર મનુષ્યો નિવાસ કરે છે. દક્ષિણમાં ૫૦ અને ઉત્તરમાં ૬૦ વિધાધરોના નગરો છે. વિદ્યાધર મનુષ્યો ત્યાં રહેતા હોવાથી તે વિદ્યાધર શ્રેણીના નામે પ્રસિદ્ધ છે. વૈતાઢ્ય પર્વત પર વિધાધર અને આભિયોગિક દેવોના આવાસોઃનામ | દિશા | પર્વતની | લંબાઈ | પહોળાઈ | | વેદિકા
નગર ઊંચાઈએ
સંખ્યા
વિધાધર | ઉત્તર/દક્ષિણ | ૧૦ યોજના શ્રેણી
સાધિક | ૧૦ યોજના ૧૦,૭૨૦ યોજન
આભિયોગિક | ઉત્તર-દક્ષિણ
૨૦ યોજન
શ્રેણી
સાધિક | ૧૦ યોજન ૧૦,૭૨૦ યોજન
આભિયોગિક શ્રેણીઓ – વૈતાઢય પર્વત ઉપર વિદ્યાધર શ્રેણીથી ૧0 યોજન ઊંચે અર્થાત્ પર્વતની ૨૦ યોજનની ઊંચાઈ પર, પર્વતની ઉત્તર-દક્ષિણ બંને દિશામાં એક-એક, એમ બે આભિયોગિક શ્રેણીઓ છે. તે પર્વત જેટલી લાંબી અને ૧૦-૧0 યોજન પહોળી છે. પર્વતની આ મેખલા ઉપર લોકપાલ દેવોના