________________
પ્રથમ વક્ષસ્કાર
૨૯ |
પહોળાઈ ૩0 યોજન રહે છે.
ત્યાંથી ૧૦ યોજન ઊંચે, પર્વતની બંને બાજુએ ૧૦-૧૦ યોજન પહોળી બીજી મેખલા છે. તેના ૨૦ યોજન બાદ થતાં અહીં પર્વતની પહોળાઈ ૧૦ યોજન રહે છે.
ત્યાંથી પાંચ યોજનની ઊંચાઈ પર્યત વૈતાઢય ૧૦ યોજન પહોળો છે. તે શિખરતલ ઉપર પર્વતના ૯ કૂટ–શિખરો છે. આ રીતે વૈતાઢયના ત્રણ ખંડ થાય છે.
વૈતાઢયના ત્રણ ખંડ:
ત્રણ વિભાગ
લંબાઈ.
ઊંચાઈ
પહોળાઈ
પ્રથમ ખંડ ૧૦,૭૨૦ ૧૮ યો. ૧૦ યોજન
૫૦ યોજન બીજો ખંડ ૧૦,૭૨૦૨૮ યો. ૧૦ યોજના
૩૦ યોજન ત્રીજો ખંડ ૧૦,૭૨૦ હૈ યો. પ યોજના
૧૦ યોજના - આ રીતે વૈતાઢય પર્વત ૨૫ યોજન ઊંચો છે અને તેના ઉપર સવા છ યોજન ઊંચા, સવા છ યોજના લાંબા-પહોળા નવ શિખરો છે.
ઊંડાઈ – પર્વતો ઊર્ધ્વ દિશામાં ઊંચા હોય છે, તેમ જમીનમાં ઊંડા પણ હોય છે. તે તેનો પાયો છે, મૂળ છે. અઢીદ્વીપના મેરુ પર્વત સિવાયના બધા પર્વતો પોતાની ઊંચાઈના ચોથા ભાગ જેટલા જમીનમાં ઊંડા છે. વૈતાઢય પર્વત ૨૫ યોજન ઊંચો છે. તેનો ચોથો ભાગ એટલે સવા છ યોજન જમીનમાં ઊંડો છે.
બાહા - વૈતાઢય પર્વતનું ધનુપૃષ્ઠ મોટું છે અને દક્ષિણાર્ધ ભરતનું ધનુપૃષ્ઠ નાનું છે, તેથી તેને બાહા સંભવે છે.
બાહાનું પ્રમાણ કાઢવાની રીત :- મોટા ધનુપૃષ્ઠમાંથી નાના ધનુપૃષ્ઠને બાદ કરતાં જે સંખ્યા આવે તેનું અર્ધ કરતા જે સંખ્યા આવે તે બાહા કહેવાય છે.
| વૈતાદ્યનું મહાધન પૃષ્ઠ – ભરતાર્ધનું લધુ ધનુષ્પષ્ટ =
પ્રાપ્ત સંખ્યા
અર્થે કરતા પ્રાપ્ત બાહા
૧૦,૭૪૩ ૪
૯,૭૧૯
૯૭૭ ૧૪
૪૮૮
યોજન
યોજન
યોજન
યોજન
વૈતાઢય પર્વતની ગુફાઓ :- વૈતાઢય પર્વતની પૂર્વ દિશામાં ખંડપ્રપાત અને પશ્ચિમ દિશામાં તિમિસ ગુફા છે. આ ગુફાઓ ઉત્તર અને દક્ષિણ ભરતાર્ધને જોડતા માર્ગ જેવી છે. આ ગુફા ઉત્તર-દક્ષિણ ૫૦