________________
२९
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
ઉત્તર- હે ગૌતમ! દક્ષિણાર્ધ ભરતકૂટ ઉપર અત્યંત ઋદ્ધિશાળી તથા એક પલ્યોપમની સ્થિતિવાળા દક્ષિણાર્ધ ભરત નામના દેવ રહે છે. તે દેવ ચાર હજાર સામાનિક દેવ, પોતાના પરિવારથી પરિવૃત્ત ચાર અગ્રમહિષીઓ, ત્રણ પરિષદ, સાત સેનાઓ, સાત સેનાપતિ, સોળ હજાર આત્મરક્ષક દેવ અને બીજા ઘણાં દેવ-દેવીઓ પર અધિપતિપણું કરતાં સુખપૂર્વક નિવાસ કરે છે, વિચરણ કરે છે. ३० कहि णं भंते ! दाहिणभरहकूडस्स देवस्स दाहिणड्ड भरहा णामं रायहाणी पण्णत्ता?
___ गोयमा ! मंदरस्स पव्वयस्स दक्खिणेणं तिरियमसंखेज्जदीवसमुद्दे वीईवइत्ता, अण्णंमि जंबुद्दीवे दीवे दाहिणेणं बारस जोयणसहस्साई ओगाहित्ता, एत्थ णं दाहिणड्डभरहकूडस्स देवस्स दाहिणड्ढभरहा णामं रायहाणी भाणियव्वा जहा विजयस्स देवस्स । एवं सव्वकूडा णेयव्वा जाव वेसमणकूडे, परोप्परं पुरथिमपच्चत्थिमेणं, इमेसिं वण्णावासे गाहा
मज्झ वेयड्डस्स उ, कणगमया तिण्णि होति कूडा उ । सेसा पव्वयकूडा, सव्वे रयणामया होति ॥
माणिभद्दकूडे वेयड्डकूडे पुण्णभद्दकूडे एए तिण्णि कूडा कणगामया सेसा छप्पि रयणामया । दोण्हं विसरिसणामया देवा-कयमालए चेव णट्टमालए चेव, सेसाणं छण्हं सरिसणामया ।
जण्णामया य कूडा, तण्णामा खलु हवंति ते देवा ।
पलिओवमट्ठिईया, हवंति पत्तेयं पत्तेयं ॥ रायहाणीओ-जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्सदाहिणेणं तिरियं असंखेज्जदीवसमुद्दे वीईवइत्ता अण्णंम्मि जंबुद्दीवे दीवे बारस जोयणसहस्साइं ओगाहित्ता, एत्थ णं रायहाणीओ भाणियव्वाओ विजयरायहाणी सरिसियाओ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! દક્ષિણાર્ધ ભરતકુટ નામના દેવની દક્ષિણાર્ધ ભરત નામની રાજધાની ध्यां छ?
ઉત્તર- હે ગૌતમ! મંદર પર્વતની દક્ષિણ દિશામાં તિરછા અસંખ્યાત દ્વીપ અને સમુદ્રનું ઉલ્લંઘન કરીને જઈએ ત્યારે ત્યાં બીજો જંબુદ્વીપ નામનો દ્વીપ આવે છે. તે દ્વીપની દક્ષિણ દિશામાં બાર હજાર યોજન દૂર દક્ષિણાર્ધભરતકૂટ દેવની દક્ષિણાર્ધ ભરતકૂટ નામની રાજધાની છે. તેનું વર્ણન વિજયદેવની રાજધાનીની સમાન જાણવું. આ રીતે વૈશ્રમણકૂટ સુધીના સર્વ કૂટોનું વર્ણન છે. તે અનુક્રમે પૂર્વથી પશ્ચિમ