________________
પ્રથમ વક્ષસ્કાર!
[ ૨૭]
તરફ સ્થિત છે. તેના વર્ણનની એક ગાથા છે–
ગાથાર્થ– વૈતાઢય પર્વતની મધ્યના ત્રણ ફૂટ સુવર્ણમય છે, બાકીના બધા કૂટ રત્નમય છે.
માણિભદ્રકૂટ, વૈતાઢયકૂટ અને પૂર્ણભદ્રકૂટ, આ ત્રણ ફૂટ સુવર્ણમય છે અને શેષ છ ફૂટ રત્નમય છે. તિમિસકૂટ અને ખંડપ્રપાત કૂટ, આ બે ફૂટ ઉપર કૃતમાલક અને નૃત્તમાલક નામનાં કૂટથી જુદા નામવાળા બે દેવ રહે છે. શેષ છે કૂટો પર કૂટ સદેશ નામવાળા દેવો છે.
ગાથાર્થ– જે નામ કૂટોના છે તે જ નામ તેના અધિપતિ દેવાના છે. તે બધા એક પલ્યોપમની સ્થિતિવાળા છે.
રાજધાનીઓ– મંદર પર્વતની દક્ષિણમાં તિરછા અસંખ્યાત દ્વીપ-સમુદ્રોને પાર કર્યા પછી બીજા જબૂદ્વીપમાં, બાર હજાર યોજન અંદર જઈએ ત્યાં તેની રાજધાનીઓ છે, તેનું વર્ણન વિજયા રાજધાની સમાન કહેવું જોઈએ. ३१ से केणटेणं भंते ! एवं वुच्चइ वेयड्डे पव्वए, वेयड्डे पव्वए ?
गोयमा ! वेयड्डे णं पव्वए भरहं वासं दुहा विभयमाणे विभयमाणे चिटुइ, तं जहा- दाहिणड्डभरहं च उत्तरकुभरहं च । वेयगिरिकुमारे य इत्थ देवे महिड्डीए जाव पलिओवमट्ठिईए परिवसइ । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- वेयड्डे पव्वए वेयड्डे पव्वए।
अदुत्तरं च णं गोयमा ! वेयड्डस्स पव्वयस्स सासए णामधेज्जे पण्णत्ते । जं ण कयाइ ण आसि, ण कयाइ ण अत्थि, ण कयाइ ण भविस्सइ, भुविं च, भवइ य, भविस्सइ य, धुवे णियए सासए अक्खए अव्वए अवट्ठिए णिच्चे । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! વૈતાઢ્ય પર્વતને "વૈતાઢયપર્વત" કહેવાનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ ! વૈતાઢય પર્વત ભરતક્ષેત્રને દક્ષિણાર્ધ ભરત અને ઉત્તરાર્ધ ભરત નામના બે ભાગોમાં વિભક્ત કરે છે. તેના ઉપર વૈતાઢયગિરિકુમાર નામના પરમ ઋદ્ધિશાળી, એક પલ્પોપમના આયુષ્યવાળા દેવ નિવાસ કરે છે. હે ગૌતમ! તેથી તે પર્વતને વૈતાઢય પર્વત કહે છે.
હે ગૌતમ! તે ઉપરાંત વૈતાઢય પર્વતનું નામ શાશ્વત છે અર્થાતુ આ નામ ક્યારે ય ન હતું, નથી, અને રહેશે નહીં તેમ નથી. તે ભૂતકાળમાં હતું, વર્તમાને છે અને ભવિષ્યમાં રહેશે. તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવસ્થિત અને નિત્ય છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં વૈતાઢય પર્વત અને તેના ઉપર સ્થિત વિદ્યાધરોના નગરો, વ્યંતરદેવોના નિવાસસ્થાનરૂપ કૂટો વગેરેનું વર્ણન છે.