________________
૧૬ ]
શ્રી જબલીપ પ્રજ્ઞપ્તિ સત્ર
ધનુષ્ય જેવો છે. આ સૂત્રમાં તેની જીવા, ધનુપૃષ્ઠ, ઈષ વગેરેનું માપ બતાવવામાં આવ્યું છે. જીવા – વૃત્ત ક્ષેત્રના છેલ્લા ખંડની પૂર્વ-પશ્ચિમ લંબાઈ અથવા ધનુષ્યની દોરી જેવી ઉત્કૃષ્ટ લંબાઈને જીવા કહે છે.
विवक्षितस्य क्षेत्रस्य, पूर्वापरान्त गोचरः । આયામ: પરનો વોઝ સા નીત્યમથીયરે - લોકપ્રકાશ સર્ગ ૧૬. ગા. ૭ ગાથાર્થ – વિવક્ષિત ક્ષેત્રની પૂર્વ પશ્ચિમ સુધીની ઉત્કૃષ્ટ લંબાઈને જીવા કહે છે
દક્ષિણાર્ધભરતની જીવા ૯,૭૪૮ ૧૨ યોજનની છે. ઈષ – ધનપૃષ્ઠના મધ્યથી જીવાના મધ્યભાગ સુધીના વિખંભને ઈષ, શર, કે બાણ કહે છે.
विवक्षितस्य क्षेत्रस्य जीवाया मध्यभागतः । विष्कम्भो योऽर्णवं यावत्, स इषु परिभाषित: ॥
–લોક પ્રકાશ, સર્ગ ૧૬ ગા. ૬ ગાથાર્થ – વિવક્ષિત ક્ષેત્રની જીવાના મધ્ય ભાગથી સમુદ્ર સુધીના વિખંભને ઈષ
કહે છે. દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રની ઈષ (વિખંભ) સાધિક ર૩૮ યોજન છે. ધન પૃષ્ઠ - વૃત્ત પદાર્થનો છેલ્લો દેશભાગ ધનુષ્યના આકાર જેવો થાય છે, તેટલા દેશભાગને ખંડ કહેવામાં આવે છે. ખંડ સ્થાનીય ધનુષ્યનું કામઠું-કમાન જેવા ભાગને ધનુપૃષ્ઠ કહે છે. તે ભાગ પરિધિના
એક દેશરૂપ હોય છે. અર્ધચંદ્રાકાર ભરત વગેરે ક્ષેત્રના પાછળના ભાગને ધનઃપૃષ્ઠ
विवक्षितक्षेत्रजीवा, पूर्वापरान्त सीमया । યોfશ્વસ્થ રિપો, ધનુ-પુષ્ટ તÇવિરે II - લોકપ્રકાશ, સર્ગ-૧૬, ગા. ૮
ગાથાર્થ –વિવક્ષિત ક્ષેત્રની જીવાના પૂર્વ છેડાથી પશ્ચિમી છેડા સુધીની, સમુદ્રને સ્પર્શતી પરિધિને ધનુપૃષ્ઠ કહે છે. દક્ષિણાર્ધ ભારતનું ધનુપૃષ્ઠ સાધિક ૯,૭૬ યોજન પ્રમાણ છે. બાહા - ખંડની બે બાજુના પડખા.
पूर्वक्षेत्र धनुः पृष्टाद्धनुः, पृष्टेऽग्रिमेऽधिकम् । guહું વીદુ વત્સા વીદેત્યમથીયતે II – લોકપ્રકાશ, સર્ગ–૧૬. ગા–૯.
પૂર્વના ધનુ:પૃષ્ઠ અને પછીના ધનુપૃષ્ઠ વચ્ચેનો વાંકા હાથ જેવો વધારાનો જે ખંડ હોય તે બાહા કહેવાય છે અર્થાત્ મોટા ધનુપૃષ્ઠ અને નાના ધનુપૃષ્ઠની વચ્ચેના તફાવતરૂપ ભૂમિ ભાગને બાહા કહે છે.