________________
પ્રથમ વાર
[ ૧૫]
કિનારો-વિભાગ) પૂર્વ પશ્ચિમ લાંબી છે. તે જીવા બે બાજુથી લવણ સમુદ્રને સ્પર્શે છે. તે જીવા પૂર્વદિશાની કોટિ-કિનારાથી, પૂર્વી અંત ભાગથી પૂર્વ સમુદ્રને અને પશ્ચિમી કિનારાથી પશ્ચિમી સમુદ્રને સ્પર્શે છે. તે પૂર્વ પશ્ચિમવર્તી જીવા નવ હજાર સાતસો અડતાલીસ યોજન અને બાર કળા (૯,૭૪૮૧ યોજન) લાંબી છે. તેનું ધનુઃપૃષ્ઠ-ધનુષ્યાકાર ભાગ દક્ષિણ દિશામાં નવ હજાર સાતસો છયાંસઠ યોજન અને એક કળા (૯,૭૬ ૮ યોજન)થી કાંઈક અધિક છે. આ ધનુપૃષ્ઠનું માપ ગોળાઈની અપેક્ષાએ સમજવું. १३ दाहिणड्डभरहस्स णं भंते ! वासस्स केरिसए आयारभाक्पडोयारे पण्णत्ते?
गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, से जहाणामए आलिंगपुक्खरेइ वा जाव णाणाविहपंचवण्णेहिं मणीहिं तणेहिं उवसोभिए, तं जहा- कित्तिमेहिं चेव अकित्तिमेहिं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દક્ષિણાર્ધ ભરતક્ષેત્રનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- હે ગૌતમ! દક્ષિણાર્ધ ભરતનો ભૂમિભાગ અતિ સમતલ છે. તે મૃદંગ(ઢોલક)ના ઉપરી ચર્માચ્છાદિત ભાગની જેમ સમતલ છે યાવત્ તે અનેકવિધ પંચરંગી મણિઓથી યુક્ત છે અને કૃત્રિમઅકૃત્રિમ તૃણો વનસ્પતિઓથી સુશોભિત છે. १४ दाहिणड्डभरहे णं भंते ! वासे मणुयाणं केरिसए आयारभावपडोयारे पण्णत्ते ? ___ गोयमा ! तेणं मणुया बहुसंघयणा, बहुसंठाणा, बहुउच्चत्तपज्जवा, बहुआऊपज्जवा, बहूई वासाइं आउं पालेति, पालित्ता अप्पेगइया णिरयगामी अप्पेगइया तिरियगामी अप्पेगइया मणुयगामी अप्पेगइया देवगामी अप्पेगइया सिज्झति बुज्झति मुच्चंति परिणिव्वायंति सव्वदुक्खाणमंतं करेंति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવાન ! દક્ષિણાર્ધ ભરતના મનુષ્યોનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- હે ગૌતમ! દક્ષિણાર્ધ ભરતમાં મનુષ્યોના સંહનન, સંસ્થાન, ઊંચાઈ, આયુષ્ય અનેક પ્રકારના છે. તે અનેક વર્ષોનું આયુષ્ય ભોગવે છે. આયુષ્ય ભોગવીને કેટલાક નરકગતિમાં, કેટલાક તિર્યંચગતિમાં, કેટલાક મનુષ્યગતિમાં અને કેટલાક દેવગતિમાં જાય છે અને કેટલાક સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને પરિનિર્વાણને પામે છે અને સમસ્ત દુઃખોનો અંત કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં દક્ષિણાર્ધ ભરતનું વર્ણન છે. ભરતક્ષેત્રની બરાબર મધ્યમાં વૈતાઢય પર્વત છે. ત્યાંથી દક્ષિણ દિશાનું ક્ષેત્ર દક્ષિણાર્ધ ભરત કહેવાય છે. ગંગા-સિંધુ નદીના કારણે તેના ૩ વિભાગ થાય છે. ભરતક્ષેત્રનો આકાર – જેબૂદ્વીપના ભરતક્ષેત્ર તથા દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રનો આકાર તીર ચઢાવેલા