________________
| १४ ।
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
ભરતક્ષેત્રમાં એકાંત શુભકાળમાં સર્વ ક્ષેત્રો શુભરૂપે અને સમતલ હોય છે. એકાંત અશુભકાળમાં સર્વ ક્ષેત્રાદિ અશુભ જ હોય છે અને શુભાશુભ મિશ્રકાળમાં ક્યાંક શુભતા, ક્યાંક અશુભતા, ક્યાંક સમસ્થળ, ક્યાંક વિષમ સ્થળ હોય છે. અહીં જે હૂંઠાંદિની બહુલતા વગેરે કથન કર્યું છે તે મિશ્રકાળ અર્થાત ત્રીજા આરાના અંતથી 100 વર્ષ જૂના પાંચમાં આરા સુધીના કાલગત ક્ષેત્ર માટે અને તે પણ પ્રદેશ વિશેષોની અપેક્ષાએ છે. તેથી જ સૂત્રકાર પાંચમાં આરાના વર્ણનમાં સમતલભૂમિ ભાગનું કથન અવિરોધ ભાવે કરી શક્યા છે. क्षिा भरत :१२ कहि णं भंते ! जंबुद्दीवे दीवे दाहिणड्डे भरहे णामं वासे पण्णत्ते ?
गोयमा ! वेयड्डस्स पव्वयस्स दाहिणेणं, दाहिणलवणसमुदस्स उत्तरेणं, पुरथिमलवणसमुद्दस्स पच्चत्थिमेणं, पच्चत्थिमलवणसमुद्दस्स पुरत्थिमेणं, एत्थ गंजबुद्दीवे दीवे दाहिणभरहे णामं वासे पण्णत्ते- पाईणपडीणायए उदीणदाहिणवित्थिण्णे अद्धचंदसंठाणसंठिए तिहा लवणसमुदं पुढें, गंगासिंधूहिं महाणईहिं तिभागपविभत्ते दोण्णि अट्ठतीसे जोयणसए तिण्णि य एगूणवीसभागे जोयणस्स विक्खंभेणं ।
___ तस्स जीवा उत्तरेणं पाईणपडीणायया, दुहा लवणसमुदं पुट्ठा-पुरथिमिल्लाए कोडीए पुरथिमिल्लं लवणसमुदं पुट्ठा, पच्चस्थिमिल्लाए कोडीए पच्चत्थिमिल्लं लवणसमुदं पुट्ठा, णव जोयणसहस्साई सत्त य अडयाले जोयणसए दुवालस य एगूणवीसभाए जोयणस्स आयामेणं, तीसे धणुपुढे दाहिणेणं णव जोयणसहस्साई सत्तछाव→ जोयणसए इक्कं च एगूणवीसभागे जोयणस्स किंचिविसेसाहियं परिक्खेवेणं पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જેબૂદ્વીપ નામના દ્વીપમાં દક્ષિણાર્ધ ભરત નામનું ક્ષેત્ર ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! વૈતાઢય પર્વતની દક્ષિણ દિશામાં, દક્ષિણવર્તી લવ સમુદ્રની ઉત્તર દિશામાં, પૂર્વવર્તી લવણસમુદ્રની પશ્ચિમ દિશામાં અને પશ્ચિમવર્તી લવણ સમુદ્રની પૂર્વદિશામાં જંબૂદ્વીપ નામના દ્વીપનું દક્ષિણાર્ધ ભરત નામનું ક્ષેત્ર છે.
આ દક્ષિણાર્ધ ભરતક્ષેત્ર પૂર્વ-પશ્ચિમ લાંબુ અને ઉત્તર-દક્ષિણ પહોળું, અર્ધચંદ્રના આકારે સ્થિત છે. તે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, તેમ ત્રણ દિશામાં લવણસમુદ્રને સ્પર્શે છે. તે ગંગા-સિંધુ મહાનદીથી ત્રણ વિભાગમાં વિભક્ત છે. તે દક્ષિણાર્ધ ભરત ક્ષેત્ર બસો આડત્રીસ યોજના અને ત્રણ કળા(ર૩૮ યોજન)થી કાંઈક અધિક પહોળું છે. દક્ષિણાર્ધ ભરતની ઉત્તરવર્તી ધનુષ્ય પ્રત્યંચા જેવી જીવા(લંબાઈવાળો