________________
શ્રી જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
गोयमा ! अउणासीइं जोयणसहस्साइं बावण्णं च जोयणाई देसूणं च अद्धजोयणं दारस्स य दारस्स य अबाहाए अंतरे पण्णत्ते ।
૧૦
अउणासीइ सहस्सा, बावण्णं चेव जोयणा हुंति । ऊणं च अद्धजोयणं, दारंतरं जंबुदीवस्स ॥
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્રીપના એક દ્વારથી બીજા દ્વારા વચ્ચે કેટલું અંતર છે ?
ઉત્તર– હે ગૌતમ ! જંબૂદ્વીપના એક દ્વારથી બીજા દ્વાર વચ્ચે અંતર ઓગણાએંશી હજાર બાવન યોજન અને અર્ધા યોજન (૭૯,૦૫૨ )માં કંઈક ઓછું છે.
ગાથાર્થ– જંબુદ્રીપના દ્વારોનું અંતર દેશોન ઓગણાએંશી હજાર સાડા બાવન યોજન છે. વિવેચન :
જંબૂઢીપ જગતી દ્વાર પ્રમાણ
| ગ
મજા યો±
૯૯૪ યો
જંબુદ્વીપના ચાર દ્વારોના સ્થાન અને નામ ઃજંબુદ્રીપમાં મેરુપર્વતથી પૂર્વાદિ ચારે દિશામાં ૪૫,૦૦૦ યોજન દૂર, જંબુદ્રીપના અંતભાગમાં, જગતીની મધ્યમાં એક-એક, કુલ મળી ચાર દ્વાર છે. પૂર્વ દિશામાં વિજય, દક્ષિણ દિશામાં વૈજયંત, પશ્ચિમ દિશામાં જયંત અને ઉત્તર દિશામાં અપરાજિત નામનું દ્વાર આવેલું છે.
:
જંબૂતીપના ચાર હારોનું પ્રમાણ – જંબુદ્રીપના વિજયાદિ ચારે દ્વારો આઠ યોજન ઊંચા અને ચાર યોજન પહોળા છે. તે દ્વારોની બંને બાજુની બારસાખ એક-એક ગાઉની છે. બારસાખ સહિત ચારે દ્વારોની પહોળાઈ ૪ા યોજન છે.
જબૂતીપના ચાર દ્વાર વચ્ચેનુ અંતર ઃ- - જંબુદ્રીપના ચારે દ્વારો વચ્ચેનું અંતર, જંબુદ્રીપની પરિધિમાંથી ચાર દ્વારોની પહોળાઈ બાદ કરતાં જે આવે, તેના ચતુર્થાંશ જેટલું છે. તે આ પ્રમાણે છે–
E] ] ] []
[] [*]| દરેક દ્વાર સાડા ચાર યોજન પહોળા હોવાથી ચારે દ્વારનો સરવાળો અઢાર યોજન થયો. તે અઢાર યોજનને જંબુદ્રીપની પરિધિ (૩,૧૬,૨૨૭ યોજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ્ય, ૧ા અંગુલ)માંથી બાદ કરતાં ૩,૧૬,૨૦૯ યોજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ્ય, ૧૩ા અંગુલ રહે છે. તેનો ચતુર્થાંશ (ચોથો ભાગ) એટલે ૭૯,૦૫ર યોજન, ૧ ગાઉ, ૧૫૩ર ધનુષ્ય, ત્રણ અંગુલ, ત્રણ જવ અને બે જૂ પ્રાપ્ત થાય છે. તે દ્વારોનું પરસ્પર અંતર જાણવું.