________________
પ્રથમવાર
આ વનખંડ કૃષ્ણ, કૃષ્ણાદિ આભા, કૃષ્ણાદિ છાયામય છે. આ વનખંડમાં સૂર્યકિરણો પ્રવેશી શકતા નથી અને તેથી તે વનખંડ શીતલ રહે છે. બંને વનખંડ એક સમાન છે. તેમાં માત્ર તફાવત એ છે કે બહારનો વનખંડ પવનના કારણે મણિ-તૃણના ધ્વનિથી યુક્ત છે, જ્યારે અંદરનો વનખંડ પાવરવેદિકાના કારણે વાયુના સંચારથી રહિત હોવાથી મણિ-તૃણના ધ્વનિથી રહિત પ્રશાંત હોય છે.
જંબૂદ્વીપના દ્વાર :|८ जंबुद्दीवस्स णं भंते ! दीवस्स कइ दारा पण्णत्ता ?
गोयमा ! चत्तारि दारा पण्णत्ता, तं जहा- विजए, वेजयंते, जयंते, अपराजिए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવાન! જંબૂદ્વીપનાં કેટલાં દ્વાર છે?
ઉત્તર- હે ગૌતમ! જંબુદ્વીપનાં ચાર દ્વાર છે– (૧) વિજય (૨) વૈજયન્ત (૩) જયંત (૪) અપરાજિત. | ९ कहि णं भंते ! जंबुद्दीवस्स दीवस्स विजए णामं दारे पण्णत्ते ?
गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरथिमेणं पणयालीसं जोयणसहस्साई वीइवइत्ता जंबुद्दीवेदीवे पुरथिमपेरंते लवणसमुद्दपुरथिमद्धस्स पच्चत्थिमेणं सीयाए महाणईए उप्पि, एत्थ णं जंबुद्दीवस्स दीवस्स विजए णामं दारे पण्णत्तेअट्ठ जोयणाई उद्धं उच्चत्तेणं चत्तारि जोयणाई विक्खंभेणं तावइयं चेव पवेसेणं सेए वरकणगथूभियाए जाव दारस्स वण्णओ जाव रायहाणी । एवं चत्तारि वि दारा सरायहाणिया भाणियव्वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપ નામના દ્વીપનું વિજય નામનું દ્વાર ક્યાં આવ્યું છે?
ઉત્તર- હે ગૌતમ! જંબૂઢીપ નામના દ્વીપમાં મંદરપર્વતથી ૪૫ હજાર યોજન દૂર જંબૂદ્વીપની પૂર્વ દિશાના અંતમાં અને લવણસમુદ્રના પૂર્વાર્ધની પશ્ચિમમાં સીતા મહાનદીની ઉપર જંબુદ્વીપનું વિજય નામનું દ્વાર છે. તે આઠ યોજન ઊંચું અને ચાર યોજન પહોળું છે. તેનો પ્રવેશમાર્ગ પણ ચાર યોજના પહોળો છે. તે દ્વાર શ્વેત અને ઉત્તમ સુવર્ણમય સૂપિકાઓથી યુક્ત છે યાવત તે વિજય દ્વાર અને વિજય દેવની રાજધાની પર્યતનું વર્ણન તથા વિજયદ્વાર સહિત ચારે દ્વાર અને ચારે દ્વારના દેવોની રાજધાનીઓનું વર્ણન જીવાભિગમ સૂત્ર પ્રમાણે જાણવું. |१० जंबुद्दीवस्स णं भंते ! दीवस्स दारस्स य दारस्स य केवइए अबाहाए अंतरे પu ?