________________
|
૮
|
શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર
મનોરંજનનું સહેલગાહનું સ્થાન છે. તે ગવાક્ષકટક અર્ધા યોજન ઊંચો અને ૫૦૦ ધનુષ્ય પહોળો છે.
જબલીપ જગતી
રાકરાર જ
જ કરી દો
HTTI
(Tલા 1 લી 17
SPGPS.
જા | IIT T.
)E)
17
SHT TR
હે
સાદિUO_
गाजाहानामा
*ti TT
" સાધી સુબોધિકા
લવણસમુદ્ર
જગતી પર પાવરવેદિકા :- જગતીની ઉપર બરાબર મધ્યમાં ફરતા ગોળાકારમાં એક વેદિકા- યજ્ઞ કુંડની પાળી જેવું દેવોનું ક્રીડા સ્થાન છે. પવરાિ -રેવમોરમૂનિ - જ્ઞત્તિ તે વેદિકા અર્ધા યોજના ઊંચી અને ૫૦૦ ધનુષ્ય પહોળી છે. આ વેદિકા ઉપર, વેદિકાની બાજુની દિવાલો પર, વેદિકાના સર્વસ્થાને લાખ પાંખડીવાળા રત્નમય કમળો છે, તેથી તે પાવરવેદિકાના નામે પ્રસિદ્ધ છે. તેનું વર્ણન જીવાભિગમ સૂત્ર પ્રમાણે જાણવું. જગતી ઉપરના વનખંડો – જગતીની ઉપર પદ્મવરવેદિકાની બંને બાજુએ વનખંડો છે. પદ્મવરવેદિકાની બહાર અર્થાત્ લવણસમુદ્ર તરફ અને અંદર અર્થાત્ જંબૂદ્વીપ તરફ જગતીના આખા ગોળાકારની ઉપર વિવિધ પ્રકારના વૃક્ષોથી યુક્ત એક-એક, એમ કુલ બે વનખંડ છે.
૪ યોજનની પહોળાઈવાળી જગતી પર બરાબર મધ્યમાં ૫૦૦ ધનુષ્ય પહોળી વેદિકા છે. ૪ યોજનમાંથી ૫૦૦ ધનુષ્ય બાદ કરતાં બંને વનખંડોનો ચક્રવાલ વિખંભ ૨૫૦-૨૫૦ ધનુષ્ય ન્યૂન બે યોજનનો છે.
તે બંને વનખંડના સમતલ ભૂમિભાગ પંચવર્ણી મણિઓ અને તૃણોથી સુશોભિત છે. તે બંને વનખંડ કાળો, કાળી આભાદિથી યુક્ત છે. આ વનના કેટલાક ભાગમાં કાળા પાંદડાવાળા વૃક્ષના કારણે કૃષ્ણ છાયાદિ છે. વૃક્ષની મધ્યવયમાં પ્રાયઃ તેના પાંદડા કાળા લાગે છે. નીલ પાંદડાના યોગથી કેટલોક વનખંડ નીલ છાયાયુક્ત હોય છે. મોરની ડોક જેવા વર્ણને નીલ અને પોપટની પાંખ જેવા વર્ણને લીલો વર્ણ કહે છે.