________________
૫૮૬ ]
શ્રી જેબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
"
O
ઉત્તર- હે ગૌતમ! ઓછામાં ઓછા ૨૮ તથા વધારેમાં વધારે ૨૧૦ એકેન્દ્રિયરત્ન ઉપયોગમાં આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જંબૂદ્વીપમાં થતાં તીર્થકરાદિની સંખ્યાવિષયક નિરૂપણ છે. જંબૂદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્ર ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર, આ ત્રણ કર્મભૂમિમાં જ તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ બળદેવ વગેરે ઉત્તમ પુરુષો ઉત્પન્ન થાય છે. જંબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં હંમેશાં તીર્થકરો વિદ્યમાન હોય છે. ચક્રવર્તી અને વાસુદેવો પણ મહાવિદેહ ક્ષેત્રમાં સદાકાળ હોય છે. ભારત-ઐરાવત ક્ષેત્રમાં ત્રીજા ચોથા આરામાં-કાળ વિભાગમાં અનુક્રમે ૨૪ તીર્થકર, ૧ર ચક્રવર્તી, ૯ બળદેવ અને ૯ વાસુદેવ થાય છે. જંબદ્વીપમાં તીર્થકરોની સંખ્યા :- મહાવિદેહ ક્ષેત્રની ૩ર વિજયો ૪ વિભાગમાં વિભક્ત છે. પૂર્વ મહાવિદેહ અને અપર-પશ્ચિમ મહાવિદેહ. તે બંને ઉત્તર વિભાગ અને દક્ષિણ વિભાગમાં વિભક્ત છે. આ રીતે તેના ચાર વિભાગ થાય છે. એક વિભાગમાં આઠ આઠ વિજય છે. તે ચારે ય વિભાગમાં ૧-૧ તીર્થકર હોય ત્યારે કુલ મળી ૪ તીર્થકર જઘન્ય પદે જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં હોય છે.
મહાવિદેહ ક્ષેત્રની સર્વ વિજયમાં અર્થાત્ બત્રીસે બત્રીસ વિજયમાં એક-એક તીર્થકર હોય ત્યારે મહાવિદેહના ૩ર તીર્થકરો અને તે સમયે જો ભરત-ઐરાવત ક્ષેત્રમાં તીર્થકર વિદ્યમાન હોય તો ૧ ભરત ક્ષેત્રના અને ૧ ઐરવત ક્ષેત્રના એમ ર તીર્થકરો મળીને (૩ર + ૨ =) ૩૪ તીર્થકરો ઉત્કૃષ્ટપદે થાય છે. ભરત-ઐરવત અને મહાવિદેહ ત્રણે ક્ષેત્રના મળીને ઉત્કૃષ્ટ સંખ્યાએ તીર્થકર થાય છે, તે સુચવવા સુત્રકારે સવ્વ = સર્વસંધ્યા શબ્દનો પ્રયોગ કર્યો છે. જબૂદ્વીપમાં ચક્રવર્તી વાસુદેવ સંખ્યા - મહાવિદેહ ક્ષેત્રમાં જઘન્ય પદે ચક્રવર્તી અને ૪ વાસુદેવ હોય છે. ઉત્કૃષ્ટપદે ૨૮ ચક્રવર્તી અને ૨૮ વાસુદેવ હોય છે. તેમાં એ રીતે સમજવું કે ૩ર વિજયમાંથી ૪ વિજયમાં ચક્રવર્તી હોય ત્યારે શેષ ૨૮ વિજયમાં વાસુદેવો હોય છે અને ૪ વિજયમાં જઘન્યપદે વાસુદેવો હોય ત્યારે શેષ ૨૮ વિજયમાં ઉત્કૃષ્ટપદે ૨૮ ચક્રવર્તી હોય છે. એક વિજયમાં ચક્રવર્તી અને વાસુદેવ બંને સાથે સંભવિત નથી વનિર્ણવાિં ૨ સહાનવસ્થાન ના વિરોધાત્ | - વૃત્તિ. તે જ સમયે ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પણ ચક્રવર્તી અથવા વાસુદેવ હોય તો ઉત્કૃષ્ટ ૩૦ ચક્રવર્તી અથવા ૩૦ વાસુદેવ થાય છે. જંબદ્વીપમાં નવનિધિ સંખ્યા :- પ્રત્યેક ચક્રવર્તી નવનિધિના અધિપતિ હોય છે. ગંગામુખનિવાસી આ નિધિઓને ચક્રવર્તી દિગ્વિજય પછી અટ્ટમ દ્વારા વશ કરે છે. મહાવિદેહની ૩ર વિજય અને ભરત, ઐરાવત ક્ષેત્રમાં આ નવનિધિ શાશ્વત રૂપે રહે છે, તેથી સર્વ મળીને ૩૪ X ૯ = ૩૦૬નિધિઓ જંબૂદ્વીપમાં હોય છે. જંબૂદ્વીપમાં જઘન્ય ચક્રવર્તી ૪ અને ઉત્કૃષ્ટ ૩૦ છે. ચક્રવર્તી જ તેના ઉપભોક્તા હોય છે, તેથી ૩૦૬ નિધિમાંથી જઘન્ય (૪ X ૯ =) ૩૬ નિધિઓ અને ઉત્કૃષ્ટ (૯ × ૩૦ =) ૨૭૦ નિધિઓ ચક્રવર્તીના ઉપભોગમાં આવે છે. અહીં સૂત્રકારે આ નિધિઓ શીધ્ર ઉપયોગમાં આવે છે તે સૂચવવા હળમ્ શબ્દ પ્રયોગ કર્યો છે. વૃત્તિકાર તેનો અર્થ કરતાં જણાવે છે કે "મિતિ-શષ્ય રદત્યમિતાપત્યનનાર