________________
સાતમ વક્ષસ્કાર
[ ૫૮૭ ]
નિર્વિષ્યમિત્યર્થ ! ચક્ર નવનિધિની અભિલાષા કરે પછી જરાપણ વિલંબ વિના શીઘ્ર ચક્રવર્તીની સેવામાં હાજર થઈ જાય છે.
જબનીપમાં ચકવર્તીના ૧૪ રનની સંખ્યા :- ચક્રવર્તી ૭ એકેન્દ્રિય અને ૭ પંચેન્દ્રિય રનના સ્વામી હોય છે. ચક્રવર્તીના સમયમાં જ તે ઉત્પન્ન થાય છે. ચક્રરત્ન વગેરે શાશ્વત છે પણ તે નવનિધિની જેમ જંબુદ્વીપ નિવાસી નથી. ચક્રવર્તીના સમયમાં યથાયોગ્ય સમયે દેવો તેને આયુધશાળામાં પ્રગટ કરે છે. તેથી ૪ ચક્રવર્તી હોય ત્યારે ૪ x ૭ = ૨૮ અને ૩૦ ચક્રવર્તી હોય ત્યારે ૩૦ x ૭ = ૨૧૦ એકેન્દ્રિય રત્ન તથા ૨૧૦ પંચેન્દ્રિય રત્ન ચક્રવર્તીના ઉપયોગમાં આવે છે.
તીર્થકર, ચક્રવર્તીની સંખ્યાની ગણના તેઓની વિદ્યમાનતાની અપેક્ષાએ સમજવી જોઈએ. જન્મની અપેક્ષાએ આ કથન નથી. પરંવ વિહરમાનજિનાવેલાયા વોલ્વે, ન તુ નાપાયા | જન્મની અપેક્ષાએ મહાવિદેહ ક્ષેત્રમાં એક તીર્થંકર પાછળ ૮૩ તીર્થકર જન્મ ધારણ કરી લે છે. મહાવિદેહ ક્ષેત્રમાં સર્વ તીર્થકરના આયુષ્ય ૮૪ લાખ પૂર્વના હોય છે. તેઓની એક લાખ પૂર્વની સંયમાવસ્થા હોય છે. એક તીર્થકર નિર્વાણ પામે ત્યાં બીજા એક તીર્થકરને કેવળજ્ઞાન થઈ જાય છે. પ્રથમ તીર્થકર નિર્વાણ પામે ત્યારે પછીના તીર્થકર ૮૩ લાખ પૂર્વની વયવાળા થઈ જાય છે. આ રીતે પ્રત્યેક તીર્થંકર પાછળ ૮૩-૮૩ તીર્થકરો જન્મ લઈ લીધો હોય છે તેથી આ જઘન્ય પદે અને ઉત્કૃષ્ટ પદે જે સંખ્યા કહી છે તે વિદ્યમાનતાની અપેક્ષાએ કહી છે.
જંબૂદ્વીપનો વિસ્તાર :२११ जंबुद्दीवे णं भंते ! दीवे केवइयं आयामविक्खंभेणं, केवइयं परिक्खेवणं, केवइयं उव्वेहेणं, केवइयं उड्टुं उच्चत्तेणं, केवइयं सव्वग्गेणं पण्णत्ते ?
गोयमा ! जंबुद्दीवे दीवे एगं जोयणसयसहस्सं आयामविक्खंभेणं, तिण्णि जोयण सयसहस्साइं सोलस य सहस्साइं दोण्णि य सत्तावीसे जोयणसए, तिण्णि य कोसे, अट्ठावीसं च धणुसयं, तेरस अंगुलाई, अद्धंगुलं च किंचि विसेसाहियं परिक्खेवेणं पण्णत्ते । एगं जोयणसहस्सं उव्वहेणं, णवणउई जोयणसहस्साइं साइरेगाई उड्डे उच्चत्तेणं, साइरेगं जोयण सयसहस्सं सव्वग्गेणं पण्णत्ते । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! (૧) જેબૂદ્વીપની લંબાઈ-પહોળાઈ કેટલી છે? (૨) તેની પરિધિ કેટલી છે? (૩) તેનો ઉધ-જમીનની અંદર ઊંડાઈ કેટલી છે? (૪) તેની ઊર્ધ્વ ઊંચાઈ કેટલી છે? (૫) ઊંડાઈ અને ઊંચાઈ બંને મળીને, સમગ્ર વિસ્તાર કેટલો છે?
ઉત્તર- હે ગૌતમ ! (૧) જંબુદ્વીપ નામના દ્વીપની લંબાઈ-પહોળાઈ ૧,00,000(એક લાખ) યોજન છે (૨) તેની પરિધિ ૩,૧૬, ૨૨૭(ત્રણ લાખ સોળ હજાર બસો સત્તાવીસ) યોજન ૩ ગાઉ ૧૨૮