________________
સાતમો વક્ષસ્કાર
૫૮૫
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્રીપમાં કેટલા નિધિરત્ન ઉપયોગમાં આવે છે ?
ઉત્તર– હે ગૌતમ ! ઓછામાં ઓછા ૩૬ અને વધારેમાં વધારે ૨૭૦(૩૦ × ૯) નિધિરત્ન ઉપયોગમાં આવે છે.
२०७ जंबुद्दीवे णं भंते ! दीवे केवइया पंचिंदियरयणसया सव्वग्गेणं पण्णत्ता ? गोयमा ! दो दसुत्तरा पंचिंदियरयणसया सव्वग्गेणं पण्णत्ता । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબૂદ્વીપમાં સર્વ મળીને પંચેન્દ્રિય રત્ન કેટલાં હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! જંબુદ્રીપમાં સર્વ મળીને ૨૧૦(૩૦×૭) પંચેન્દ્રિય રત્ન હોય છે. २०८ जंबुद्दीवे णं भंते ! दीवे जहण्णपए वा उक्कोसपए वा केवइया पंचिंदिय- रयणसया परिभोगत्ताए हव्वमागच्छंति ?
गोयमा ! जहण्णपए अट्ठावीसं, उक्कोसपए दोण्णि दसुत्तरा पंचिंदियरयणसया परिभोगत्ताए हव्वमागच्छंति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્રીપમાં ઓછામાં ઓછા અને વધારેમાં વધારે કેટલા પંચેન્દ્રિયરત્ન ઉપયોગમાં આવે છે ?
ઉત્તર– હે ગૌતમ ! જંબુદ્રીપમાં ઓછામાં ઓછા ૨૮ અને વધારેમાં વધારે ૨૧૦(૩૦ × ૭) પંચેન્દ્રિયરત્ન ઉપયોગમાં આવે છે.
२०९ जंबुद्दीवे णं भंते ! दीवे केवइया एगिंदियरयणसया सव्वग्गेणं पण्णत्ता ? गोयमा ! दो दसुत्तरा एगिंदियरयणसया सव्वग्गेणं पण्णत्ता ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્રીપમાં સર્વ મળીને એકેન્દ્રિય રત્ન કેટલાં હોય છે ?
હે ગૌતમ ! જંબુદ્રીપમાં સર્વ મળીને ૨૧૦ એકેન્દ્રિય રત્ન હોય છે.
२१० जंबुद्दीवे णं भंते ! दीवे केवइया एगिंदियरयणसया परिभोगत्ताए हव्व- मागच्छंति?
गोयमा ! जहण्णपए अट्ठावीसं, उक्कोसपए दोण्णि दसुत्तरा एगिंदियरयणसया परिभोगत्ताए हव्वमागच्छंति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબૂદ્વીપમાં કેટલાં એકેન્દ્રિયરત્ન ઉપયોગમાં આવે છે ?