________________
શ્રી જંબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
સાધિક ત્રણ ગુણા વધુ છે અને ચંદ્ર-સૂર્ય કરતાં ૮૮ ગુણા વધુ છે. પ્રત્યેક ચંદ્ર-સૂર્ય પરિવારમાં તારાઓ ૬૬,૯૭૫ ક્રોડાક્રોડી હોય છે તેથી સંખ્યાત ગુણા અધિક કહ્યા છે.
જંબુદ્વીપમાં તીર્થંકરાદિની સંખ્યા :
૫૮૪
२०३ जंबुद्दीवे णं भंते ! दीवे जहण्णपए वा उक्कोसपए वा केवइया तित्थयरा सव्वग्गेणं पण्णत्ता ?
गोयमा ! जहण्णपए चत्तारि, उक्कोसपए चोत्तीसं तित्थयरा सव्वग्गेणं पण्णत्ता ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્વીપમાં ઓછામાં ઓછા અને વધુમાં વધુ સર્વ મળીને કેટલા તીર્થંકર थाय छे ?
ઉત્તર– હે ગૌતમ ! ઓછામાં ઓછા ચાર અને સર્વ મળીને વધારેમાં વધારે ચોત્રીસ તીર્થંકર થાય છે.
२०४ जंबुद्दीवे णं भंते ! दीवे केवइया जहण्णपए वा उक्कोसपए वा चक्कवट्टी सव्वग्गेणं पण्णत्ता ?
गोयमा ! जहण्णपए चत्तारि, उक्कोसपर तीसं चक्कवट्टी सव्वग्गेणं पण्णत्ता। बलदेवा तत्तिया चेव जत्तिया चक्कवट्टी, वासुदेवा वि तत्तिया चेव । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્રીપમાં ઓછામાં ઓછા તથા સર્વ મળીને વધારેમાં વધારે કેટલાં ચક્રવર્તી થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! ઓછામાં ઓછા ચાર તથા સર્વ મળીને વધારેમાં વધારે ત્રીસ ચક્રવર્તી થાય છે. જેટલાં ચક્રવર્તી હોય છે, તેટલાં જ ઉત્કૃષ્ટપદે બલદેવ હોય છે અને વાસુદેવ પણ તેટલાં જ હોય છે. २०५ जंबुद्दीवे णं भंते दीवे केवइया णिहिरयणा सव्वग्गेणं पण्णत्ता ? गोयमा ! तिणि छलुत्तरा णिहिरयणसया सव्वग्गेणं पण्णत्ता । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્રીપમાં સર્વ મળીને કેટલા નિધિ રત્ન-નિધાન હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! જંબુદ્રીપમાં સર્વ મળીને ૩૦૬ નિધિરત્ન-નિધાન હોય છે.
२०६ जंबुद्दीवे दीवे केवइया णिहिरयणसया परिभोगत्ताए हव्वमागच्छंति ? गोयमा ! जहण्णपए छत्तीसं उक्कोसपए दोणिण सत्तरा णिहिरयणसया परिभोगत्ताए हव्वमागच्छंति ।