________________
સાતમો વક્ષસ્કાર
[ ૫૮૧]
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેઓ ત્યાં શા માટે દિવ્ય ભોગો ભોગવી શકતા નથી?
ઉત્તર- હે ગૌતમ! જ્યોતિષેન્દ્ર, જ્યોતિષરાજ ચંદ્રના ચંદ્રાવતંસક વિમાનમાં, ચંદ્રા રાજધાનીમાં, સુધર્મા સભામાં માણવક નામનો ચૈત્યસ્તંભ હોય છે. તેના પર વિજય ગોળાકાર સંપુટરૂપ ડબ્બામાં ઘણી જિનદાઢાઓ રાખેલી હોય છે અને તે ડબ્બાઓ ચંદ્ર તથા બીજાં ઘણાં દેવો અને દેવીઓ માટે અર્ચનીય પૂજનીય તથા પર્યપાસનીય હોય છે. તે કારણે હે ગૌતમ! પોતાના ચાર હજાર સામાનિક દેવો સહિત ચંદ્ર સુધર્મા સભામાં પોતાના અંતઃપુરની સાથે દિવ્ય ભોગ ભોગવતા નથી. તે ત્યાં માત્ર પોતાના પરિવારની ઋદ્ધિ વૈભવ તથા પ્રભુત્વ સંબંધી સુખોપભોગ કરે છે. મૈથુન પ્રત્યયિક સુખોપભોગ કરતા નથી. २०० विजया, वेजयंती, जयंति, अपराजिया- सव्वेहि गहाईणं एयाओ अग्गमहिसीओ, वत्तव्वओ इमा गहा तं जहा- इंगालओ जाव भावकेउ । इमा णक्खत्त देवया, तं जहा- बम्हा जाव बिस्सा । एवं भाणियव्वं जाव भावके उस्स अग्गमहिसीओ त्ति । ભાવાર્થ - સર્વ ગ્રહ આદિની અર્થાત્ ગ્રહ, નક્ષત્ર અને તારાઓની (૧) વિજ્યા, (ર) વૈજ્યન્તી, (૩) જયન્તી તથા (૪) અપરાજિત આ ચાર નામની ચાર ચાર અગ્રમહિષીઓ છે. ગ્રહોના(ગ્રહ દેવતાઓના) નામ આ પ્રમાણે છે– (૧) અંગારક યાવત (૮૮) ભાવકેતુ સૂિર્ય પ્ર. ૨૦] નક્ષત્ર દેવતાઓના નામ આ પ્રમાણે છે– (૧) બ્રહ્મા યાવતું વિશ્વ જિંબૂ. વક્ષ. ૭ સૂત્ર ૧૪૦] વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં “અગ્રમહિષી અને ભોગ મર્યાદા દ્વાર” નામના તેરમા-ચૌદમા દ્વારનું વર્ણન છે. ચંદ્રાદિની સુધર્મ સભામાં ભોગ ન ભોગવવાની મર્યાદાનું વર્ણન સૂત્રાર્થથી સ્પષ્ટ છે.
પ્રસ્તુત સુત્રમાં સુર્યેન્દ્રની અગ્રમહિષીઓના નામનું કથન નથી પણ જીવાભિગમ સુત્ર પ્રમાણે સૂર્યેન્દ્રની (૧) સૂર્યપ્રભા (૨) આતપાભા(આતપની આભા) (૩) અર્ચિમાલી (૪) પ્રભંકરા નામની ચાર અગ્રમહિષીઓ છે. સહં હાફ - સર્વ ગ્રહાદિની અર્થાત ગ્રહ, નક્ષત્ર અને તારા દેવોની વિજયાદિ નામવાળી ૪-૪ અગ્રમહિષીઓ હોય છે. જ્યોતિષ્ક દેવોની સ્થિતિ :२०१ चंदविमाणे णं भंते ! देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं चउभागपलिओवमं, उक्कोसेणं पलिओवमं वाससयसहस्सेहिमब्भहियं । चंदविमाणे णं देवीणं जहण्णेणं चउभागपलिओवमं उक्कोसेणं अद्धपलिओवमं पण्णासए वाससहस्सेहिमब्भहियं ।