________________
પ૭૮ |
શ્રી જેબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
तारारूवा सव्वमहिड्डिया चंदा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાઓમાં સર્વથી મહદ્ધિક કોણ છે? સર્વથી અલ્પદ્ધિક કોણ છે?
ઉત્તર– હે ગૌતમ! તારાઓ કરતાં નક્ષત્રો મહદ્ધિક હોય છે, નક્ષત્રો કરતા ગ્રહો મહદ્ધિક હોય છે, ગ્રહો કરતા સૂર્યો મહદ્ધિક હોય છે અને સૂર્યો કરતા ચંદ્રો મહદ્ધિક હોય છે. તારાઓ સર્વથી અલ્પ ઋદ્ધિવાળા અને ચંદ્રો સર્વથી મહાઋદ્ધિવાળા હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઋદ્ધિ દ્વાર નામના અગિયારમા દ્વારનું વર્ણન છે. સર્વ જ્યોતિષ્ક દેવોમાં ચંદ્ર મહદ્ધિક છે. તારાઓ વચ્ચેનું અંતર :१९६ जंबुद्दीवे णं भंते ! दीवे ताराए य ताराए य केवइए अबाहाए अंतरे पण्णत्ते ?
गोयमा ! दुविहे अंतरे पण्णत्ते वाघाइए य णिव्वाघाइए य ।
णिव्वाघाइए- जहण्णेणं पंचधणुसयाई उक्कोसेणं दो गाऊयाई । वाघाइए - जहण्णेणं दोण्णि छावढे जोयणसए, उक्कोसेणं बारस जोयणसहस्साई दोण्णि य बायाले जोयणसए तारारूवस्स य तारारूवस्स य अबाहाए अंतरे પરે . ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જેબૂદ્વીપમાં એક તારા અને બીજા તારા વચ્ચે કેટલું અંતર હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! તે અંતર બે પ્રકારનું છે– (૧) વ્યાઘાતિક અંતર-વચ્ચમાં પર્વત આદિનો વ્યાઘાત હોય તેવું અંતર (૨) નિર્વાઘાતિક- વચ્ચમાં કોઈ પ્રકારનો વ્યાઘાત ન હોય તેવું અંતર.
એક તારાથી બીજા તારાનું નિર્ચાઘાતિક-સ્વાભાવિક અંતર જઘન્ય ૫૦૦ ધનુષ્ય તથા ઉત્કૃષ્ટ ૨ ગાઉ છે.
એક તારાથી બીજા તારાનું વ્યાઘાતિક-પર્વતના વ્યવધાનવાળું અંતર જઘન્ય ૨૬(બસો છાસઠ) યોજન તથા ઉત્કૃષ્ટ ૧૨,૨૪૨(બાર હજાર, બસો બેંતાળીસ) યોજન છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં “તારાઓ વચ્ચેના અંતર દ્વાર” નામના બારમા દ્વારનું વર્ણન દર્શાવ્યું છે.