________________
૨
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
શ્રી જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
પ્રથમ વક્ષસ્કાર
વિષય પ્રારંભ -
I
१ णमो अरिहंताणं । तेणं कालेणं तेणं समएणं मिहिला णामं णयरी होत्था । रिद्धित्थिमिय समिद्धा, वण्णओ । तीसे णं मिहिलाए णयरीए बहिया उत्तरपुरत्थिमे दिसीभाए, एत्थ णं माणिभद्दे णामं चेइए होत्था, वण्णओ । जियसत्तू राया, ધારિણી લેવી, વળઓ ।
ते काणं तेणं समएणं सामी समोसढे, परिसा णिग्गया, धम्मो कहिओ, परिसा पडिगया ।
ભાવાર્થ :- અરિહંત ભગવાનને નમસ્કાર હો. તે કાળે—વર્તમાન અવસર્પિણી કાળના ચોથા આરાના અંતમાં, તે સમયે–ભગવાન મહાવીર વિદ્યમાન હતા, તે સમયે મિથિલા નામની એક નગરી હતી. તે રિદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિથી સમૃદ્ધ હતી. તે મિથિલાનગરીની બહાર ઈશાન ખૂણામાં માણિભદ્ર નામનું યક્ષાયતન હતું.
તે મિથિલાનગરીમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા. તેને ધારિણી નામની પટ્ટરાણી હતી. નગર, ઉધાન, રાજા, રાણી, આ સર્વનું વર્ણન ઉવવાઈ સૂત્ર । પ્રમાણે જાણવું.
તે કાળે, તે સમયે ભગવાન મહાવીર સ્વામી મિથિલા નગરીમાં પધાર્યા. પરિષદ દર્શન કરવા નીકળી, ભગવાન જ્યાં બિરાજતા હતાં ત્યાં આવી, ભગવાને ધર્મદેશના આપી, ધર્મદેશના સાંભળી પરિષદ પાછી ફરી.
२ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेट्ठे अंतेवासी इंदभूई णामं अणगारे गोयमगोत्तेणं सत्तुस्सेहे, समचउरंससंठाणसंठिए जाव एवं વયાસી –
ભાવાર્થ:- તે કાળે, તે સમયે,ભગવાનમહાવીરનાજ્યેષ્ઠઅંતેવાસીશિષ્યઇન્દ્રભૂતિનામનાઅણગારહતા. તે ગૌતમ ગોત્રમાં જન્મ્યા હતા. તેના શરીરની ઊંચાઈ સાત હાથની હતી. તેમનું સમચતુરસ સંસ્થાન હતું