________________
પ્રથમ વક્ષસકાર
અર્થાત્ ચારેબાજુથી સપ્રમાણ શરીર હતું. યાવતગૌતમસ્વામીએ ભગવાનને આ પ્રમાણે કહ્યું – જંબૂઢીપનું સ્થાન સંસ્થાનાદિ :| ३ कहि णं भंते! जंबुद्दीवे दीवे ? केमहालए णं भंते! जंबुद्दीवे दीवे ? किंसंठिए णं भंते! जंबुद्दीवे दीवे ? किमायास्भाक्पडोयारे णं भंते! जंबुद्दीवे दीवे पण्णत्ते? ___गोयमा! अयं णं जंबुद्दीवे दीवे सव्वदीक्समुदाणं सव्वभितराए सव्वखुड्डाए वट्टे, तेल्लापूयसंठाणसंठिए वट्टे, रहचक्कवालसंठाणसंठिए वट्टे, पुक्खस्कण्णिया संठाण संठिए वट्टे, पडिपुण्णचंदसंठाणसंठिए वट्टे, एगं जोयणसयसहस्सं आयामविक्खंभेणं, तिण्णि जोयणसयसहस्साइं सोलस सहस्साई दोण्णि य सत्तावीसे जोयणसए तिण्णि य कोसे अट्ठावीसं च धणुसयं तेरस अंगुलाई अद्धंगुलं च किंचिविसेसाहियं परिक्खेवेणं पण्णत्ते । से णं एगाए वइरामईए जगईए सव्वओ समंता संपरिक्खित्ते । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવાન! આ જંબુદ્વીપ નામનો દ્વીપ ક્યાં છે? આ જંબુદ્વીપ નામનો દ્વીપ કેટલો વિશાળ છે? તેનું સંસ્થાન કેવું છે? આ જંબૂદ્વીપ નામના દ્વીપનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- હે ગૌતમ! આ જેબૂદ્વીપ બધા દ્વીપ સમુદ્રોમાં આત્યંતર છે, તે બધાથી નાનો છે, તે ગોળ છે, તળેલા પૂડલા જેવો ગોળ છે, રથના પૈડાના ચક્રવાલની જેવો ગોળ છે, કમળની કર્ણિકાની જેવો ગોળ છે, પરિપૂર્ણ ચંદ્ર જેવો ગોળ છે. તે ગોળાકારમાં તે એક લાખ યોજન લાંબો, પહોળો છે. તેની પરિધિ ત્રણ લાખ, સોળ હજાર, બસો સત્યાવીસ યોજન, ત્રણ ગાઉ, એકસો અઠ્ઠયાવીસ ધનુષ્ય અને સાડા તેર અંગુલથી કંઈક વધારે છે.
તે જંબુદ્વીપ, એક વજમય જગતી(કોટ)થી ચારે બાજુએ ઘેરાયેલો છે અર્થાત્ તે જંબૂદ્વીપને ફરતી એક વજમય જગતી છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રશ્નોત્તરના માધ્યમે મધ્યલોકની મધ્યમાં સ્થિત જેબૂદ્વીપના સ્વરૂપનું વર્ણન છે. અહીં સૂત્રકારે ગૌતમ સ્વામીના મુખે (૨) હે , (ર) જે મહાન, () વિં સંવિદ (૪) મિયાર ભાજપલોયારે, આ ચાર પ્રશ્ન ઉપસ્થિત કર્યા છે અને તેના ઉત્તર આ પ્રમાણે આપ્યા છે.
(૧) જેબલીપનું સ્થાન :- ચૌદ રાજુ પ્રમાણ લોકના ત્રણ વિભાગ છે. (૧) ઊર્ધ્વલોક (૨) મધ્યલોક (તિરછા લોક) (૩) અધોલોક. આ ત્રણમાંથી તિરછા લોકમાં અસંખ્યાત દ્વીપ સમૃદ્ધ છે. આ અસંખ્યાત દ્વીપ