________________
પ્રથમવાર
પ્રથમ વક્ષસ્કાર
જે પરિચય : પ્રસ્તુત વક્ષસ્કારમાં જંબુદ્વીપની જગતી(કોટ) અને ભરતક્ષેત્રનું વર્ણન છે. મધ્યલોકના સર્વ દ્વીપ સમુદ્રોની મધ્યમાં સ્થિત જંબુદ્વીપને ફરતી જગતી છે. જગતી – જગતી એટલે કોટ, કિલ્લો. આ જગતી ૮ યોજન ઊંચી છે અને તેના ઉપર એક વેદિકા છે. વેદિકા :- વેદિકા એટલે યજ્ઞકુંડના ઓટલા જેવો ઊંચો ભૂમિ ભાગ, બેસવા યોગ્ય પાળી કે જે દેવોની રમણભૂમિ છે. તે વેદિકાની બંને બાજુએ વનખંડ હોય છે. વનખંડ:- જુદી-જુદી જાતના વૃક્ષોના ઉધાનને વનખંડ કહે છે. આ વનખંડોમાં વાવડીઓ અને શિલાઓ હોય છે. તે દેવોના ક્રીડા સ્થાનો છે. ગવાક્ષકટક:- ગવાક્ષકટક એટલે જાળી યુક્ત ગોખલા જેવો ભાગ(ગેલેરી). જગતીની ચારે બાજુ જગતીની લવણ સમુદ્ર તરફની દિવાલમાં ગવાક્ષકટક છે.
જગતીની ચારે દિશામાં જગતી જેટલા ઊંચા ચાર દરવાજા છે અને તે વિજયાદિ ચાર દેવથી અધિષ્ઠિત છે. ભરતક્ષેત્ર :- ભરતક્ષેત્ર દક્ષિણ જંબુદ્વીપમાં સ્થિત છે. ભરતક્ષેત્રની બરાબર મધ્યમાં વૈતાઢય પર્વત છે. તેથી ભરતક્ષેત્રના બે વિભાગ થાય છે તથા ગંગા, સિંધુ નદીના કારણે તે બંને વિભાગના પુનઃ ત્રણ-ત્રણ વિભાગ થાય છે.
આ પર્વતમાં બે ગુફા છે, જે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને જોડતા બોગદા કે ટનલનું કાર્ય કરે છે. વૈતાય પર્વત:- રૂપ્યમય વૈતાઢય પર્વત ૨૫ યોજન ઊંચો છે. તેના ઉપર સવા છ યોજન ઊંચા કૂટ શિખર છે. આ રીતે તે કુલ ૨૫ + ૬ યોજન = ૩૧ યોજન ઊંચાઈ ધરાવે છે. આ વૈતાઢય પર્વત ઉપર ૧૦ અને ૨૦ યોજનની ઊંચાઈ પર એક-એક મેખલા = કટી ભાગ જેવો પહોળો ભૂમિ ભાગ છે અને તેના ઉપર અનુક્રમે વિદ્યાધર મનુષ્યોના નગરો અને લોકપાલ દેવોના આભિયોગિક દેવો-સેવક દેવોના ભવનો અર્થાત્ નિવાસ સ્થાન છે.
આ વક્ષસ્કારમાં આ સર્વ ભૂમિઓ તથા મનુષ્યાદિના સ્વરૂપનું વર્ણન છે. આ રીતે આ વક્ષસ્કાર અને આ સૂત્ર મુખ્યતયા જૈન ભૂગોળને વર્ણવતું સૂત્ર છે.