________________
સાતમો વક્ષસ્કાર
૫૬૯
નક્ષત્ર મંડળ
ચંદ્રથી
૮૮૪ યોજન ૮૮૮ યોજન
૪ યોજન ઊંચે ૪ યોજન ઊંચે
નક્ષત્રથી
ગ્રહમંડળમાં બુધાદિ ગ્રહો
શુક્રાદિ ગ્રહો બૃહસ્પતિ આદિ ગ્રહો
મંગલાદિ ગ્રહો શનિ આદિ ગ્રહો
૮૯૧ યોજના ૮૯૪ યોજના ૮૯૭ યોજના ૯00 યોજના
બુધ ગ્રહથી
શુક્ર ગ્રહથી બૃહસ્પતિ ગ્રહથી મંગલ ગ્રહથી
૩ યોજન ઊંચે ૩ યોજન ઊંચે ૩ યોજન ઊંચે ૩ યોજન ઊંચે
અંદર, બહાર ઉપર ચાલતા નક્ષત્રો :१८६ जंबुद्दीवे णं दीवे अट्ठावीसाए णक्खत्ताणं कयरे णक्खत्ते सव्वन्भंतरिल्लं चारं चरइ ? कयरे णक्खत्ते सव्वबाहिरं चारं चरइ ? कयरे णक्खत्ते सव्वहिट्ठिल्लं चारं चरइ, कयरे णक्खत्ते सव्वउवरिल्लं चारं चरइ ?
गोयमा ! अभिई णक्खत्ते सव्वब्भंतरं चारं चरइ, मूलो सव्वबाहिरं चारं चरइ, भरणी सव्वहिट्ठिल्लं चारं चरइ, साइ सव्वुवरिल्लगं चारं चरइ ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જેબૂદ્વીપ નામના દ્વીપમાં ૨૮ નક્ષત્રમાંથી કયા નક્ષત્ર સર્વથી અંદર(મેરુ તરફ) રહીને પરિભ્રમણ કરે છે? કયા નક્ષત્ર સર્વથી બહાર(સમુદ્ર તરફ) રહીને પરિભ્રમણ કરે છે? કયા નક્ષત્ર સૌથી ઉપર રહીને અને કયા નક્ષત્ર સૌથી નીચે રહીને ભ્રમણ કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! અભિજિત નક્ષત્ર સૌથી અંદર(મેરુથી નજીક) ભ્રમણ કરે છે; મૂલ નક્ષત્ર સૌથી બહાર(સમુદ્ર તરફ) રહીને, ભ્રમણ કરે છે; સ્વાતિ નક્ષત્ર સૌથી ઉપર અને ભરણી નક્ષત્ર સૌથી નીચે રહીને પરિભ્રમણ કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં “અંદર, બહાર, ઉપર, નીચે ચાલતા નક્ષત્ર દ્વાર” નામના છઠ્ઠા દ્વારનું કથન છે.
આત્યંતર મંડળમાં ૧૨ નક્ષત્રો છે તેમાંથી અભિજિત નક્ષત્રવિમાન મેરુ તરફ થોડું અંદર છે. મૂલ નક્ષત્ર સર્વ નક્ષત્રોથી બહાર ચાલે છે અર્થાત્ સર્વ બાહ્ય મંડળના ૮ નક્ષત્રોમાં મૂળ નક્ષત્રનું મંડળ લવણ સમુદ્ર તરફ થોડું વધારે બહાર છે. સ્વાતિ નક્ષત્ર ઊંચાઈમાં સર્વથી ઉપર છે. ભરણી નક્ષત્રનું ભ્રમણ સ્થાન સર્વ નક્ષત્રોની સપાટીથી થોડું નીચેક છે.