________________
શ્રી જંબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
મેરુથી જ્યોતિષ મંડળની દૂરીનું આ કથન જંબુદ્રીપના જ્યોતિષી વિમાનોની અપેક્ષાએ છે, તેમ સમજવું જોઈએ. લવણાદિના જ્યોતિષી વિમાનો મેરુથી વધુ દૂરવર્તી છે.
૫૮
લોકાંતથી જ્યોતિષ મંડલની દૂરી ઃ– જ્યોતિષી વિમાનોની અંતિમ પંક્તિથી લોકાંત ૧,૧૧૧ યોજન દૂર સ્થિત છે. અઢીદ્વીપની બહાર જ્યોતિષી વિમાનો સ્થિર છે. તેથી જ સૂત્રકારે આ કથનમાં વારં પરફ
શબ્દનો પ્રયોગ કર્યો છે.
સમપૃથ્વીથી જ્યોતિષ્મ ચક્રની દૂરી :– સમ પૃથ્વીથી ૭૯૦ યોજનની ઊંચાઈએ જ્યોતિષ્ઠ ચક્ર પરિભ્રમણ કરે છે. સૂત્રકારે સૂત્રમાં ચંદ્ર, સૂર્ય અને નીચે રહેલા તારા મંડળનું સમપૃથ્વીથી અંતર દર્શાવ્યું છે. ગ્રહ, નક્ષત્ર, તારા મંડળોના કરોડો તારાઓનું નિશ્ચિત અંતર દર્શાવ્યું નથી. સમપૃથ્વીથી ૮૦૦ યોજને સૂર્ય અને ૮૮૦ યોજને ચંદ્ર મંડળ છે. શેષ નક્ષત્રો, ગ્રહો, તારાઓના મંડળો સમપૃથ્વીથી ૭૯૦ થી ૯૦૦ યોજન સુધી અર્થાત્ ૧૧૦ યોજનના ક્ષેત્રમાં ઉપર-નીચે ગમે ત્યાં હોય છે. કેટલાક ગ્રહો, તારાઓના મંડળનું સમપૃથ્વીથી અંતર ગ્રંથોમાં જોવા મળે છે, તે આ પ્રમાણે છે—
સમપૃથ્વીથી | સૂર્યાદિની ઊંચાઈ
જ્યોતિષ્મ ચક્રની સમપૃથ્વીથી ઊંચાઈઃ–
જ્યોતિષ્ક દેવ
તારામંડળ
સૂર્ય
ચંદ્ર
ન
સમપૃથ્વીથી ઊંચે
૭૯૦ યોજન
૮૦૦ યોજન
૮૮૦ યોજન
મંડલ
જ્યોતિષ્ક વિમાનથી
તારામંડળથી
સૂર્યથી
ઊંચાઈ
૧૦ યોજન ઊંચે
૮૦ યોજન ઊંચે