________________
સાતમો વક્ષસ્કાર
૫૭
હૈ
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સમભૂમિથી કેટલા યોજનની ઊંચાઈએ સહુથી નીચે રહેનાર તારામંડલ પરિભ્રમણ કરે છે ? કેટલી ઊંચાઈએ સૂર્ય વિમાન પરિભ્રમણ કરે છે ? કેટલી ઊંચાઈએ ચંદ્ર વિમાન પરિભ્રમણ કરે છે અને કેટલી ઊંચાઈએ સહુથી ઉપર રહેનાર તારા મંડલ પરિભ્રમણ કરે છે ? (તેમ પ્રશ્ન સમજવો).
ઉત્તર– હે ગૌતમ ! સહુથી નીચે રહેનાર તારામંડલ જ્યોતિષી વિમાનો સમપૃથ્વીથી ૭૯૦ યોજનની ઊંચાઈએ પરિભ્રમણ કરે છે. આ રીતે સૂર્ય વિમાન ૮૦૦ યોજન, ચંદ્ર વિમાન ૮૮૦ યોજન અને સૌથી ઉપર તારા મંડલ સમુદાય સમભૂમિથી ૯૦૦ યોજનની ઊંચાઈએ પરિભ્રમણ કરે છે. १८५ जोइसस्स णं भंते ! हेट्ठिल्लाओ तलाओ केवइयं अबाहाए सूरविमाणे चारं चरइ ?
गोयमा ! दसहिं जोयणेहिं अबाहाए चारं चरइ । एवं चंद विमाणे णउईए जोयणेहिं चारं चरइ । उवरिल्ले तारारूवे दसुत्तरे जोयणसए चारं चरइ । सूरविमाणाओ चंदविमाणे असीईए जोयणेहिं चारं चरइ, सूरविमाणाओ जोयणसए उवरिल्ले तारारूवे चारं चरइ, चंद विमाणाओ वीसाए जोयणेहिं उवरिल्ले णं तारारूवे चारं चरइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જ્યોતિષ મંડલના સૌથી નીચે રહેલા તારા વિમાન સમુદાયથી કેટલી ઊંચાઈએ સૂર્ય વિમાન પરિભ્રમણ કરે છે ?
ઉત્તર– હે ગૌતમ ! સર્વથી નીચે રહેલા તારા વિમાન સમુદાયથી ૧૦ યોજન ઊંચે સૂર્ય વિમાન પરિભ્રમણ કરે છે; ચંદ્ર વિમાન ૯૦ યોજન ઊંચે અને અંતિમ ઉપરી તારા સમુદાય ૧૧૦ યોજન ઊંચે પરિભ્રમણ કરે છે. સૂર્ય વિમાનથી ૮૦ યોજન ઊંચે ચંદ્ર વિમાન અને ૧૦૦ યોજન ઊંચે ઉપરી અંતિમ તારા વિમાન, સમુદાય છે. ચંદ્ર વિમાન(જે સમભૂમિથી ૮૮૦ યોજન ઊંચે છે તેના)થી વીસ યોજન ઊંચે સૌથી ઉપરના તારા સમુદાય પરિભ્રમણ કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં “મેરુથી અંતર, લોકથી અંતર અને સમપૃથ્વીથી અંતર દ્વાર નામના ત્રીજા, ચોથા, પાંચમા ત્રણ દ્વારનું વર્ણન છે. આ રીતે વિભિન્ન દષ્ટિકોણથી જ્યોતિષી વિમાનોનું અંતર દર્શાવ્યું છે. તારા વિમાનની મેરુથી દૂરી :– મેરુપર્વતથી ૧૧૨૧ યોજન દૂર રહી જ્યોતિષી વિમાનો મેરુને પ્રદક્ષિણા કરે છે. અહીં સૂત્રમાં નોડ્સ શબ્દથી તારા વિમાનનું ગ્રહણ કરવામાં આવે છે. કારણ કે ચંદ્ર, સૂર્ય, ગ્રહ અને નક્ષત્ર મેરુથી ૪૪,૮૨૦ યોજન દૂર રહી ભ્રમણ કરે છે, તેથી અહીં ૧૧૨૧ યોજનની દૂરી તારા વિમાનોની અપેક્ષાએ જ છે.
=