________________
પ૭૦ |
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
જ્યોતિષ્ક વિમાનનો આકાર :१८७ चंदविमाणे णं भंते ! किंसंठिए पण्णत्ते ?
गोयमा ! अद्ध कविट्ठसंठाणसंठिए, सव्वफालियामए अब्भुग्गयमूसिए । एवं सव्वाइं णेयव्वाइं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ચંદ્ર વિમાનનો આકાર કેવો છે?
ઉત્તર- હે ગૌતમ! ચંદ્ર વિમાન ઉપર તરફ મુખ હોય તેવા અર્ધ કોઠા ફળના આકારવાળું, સંપૂર્ણપણે સ્ફટિક રત્નમય, ઝળહળતા કિરણોવાળું હોય છે. આ જ રીતે સર્વ જ્યોતિષી વિમાનો ચંદ્ર વિમાન જેવા જ આકારવાળા હોય છે.
વિવેચન :
ENS
વિમાન લંબાઇ. પડો ખાઈ
જ્યોતિષ્ક દેવ વિમાન સંસ્થાન દ્વારા
પ્રસ્તુત સૂત્રમાં જ્યોતિષ્ક “દેવ વિમાન સંસ્થાન દ્વાર” નામના સાતમાં કારનું વર્ણન છે.
સર્વ જ્યોતિષ્ક દેવોના વિમાનો અર્ધ કોઠા કે અર્ધ બિજોરાના આકારે છે. આ જ્યોતિષ્ક વિમાનોની અર્ધ કોઠાના આકારવાળી પીઠ ઉપર જ્યોતિષ્ક દેવોના પ્રાસાદો-મહેલો ચઢતા-ઉતરતા ક્રમથી એવી રીતે ગોઠવાયેલા છે કે તેના શિખરના ભાગો લગભગ ગોળાકાર બની જાય છે અને તેથી જ ઉદય-અસ્ત સમયે તે વિમાનો ગોળાકાર રૂપે જ દેખાય છે. મધ્યાહ્ન સમયે તો મસ્તક ઉપર હોવાથી તેનું ગોળાકાર તળીયું દેખાય છે. આ રીતે અર્ધ ગોળાકાર હોવા છતાં અર્ધ ભાગના
પ્રાસાદોની રચનાના કારણે તે ગોળાકાર રૂપે જ દેખાય છે. જ્યોતિષ્ક વિમાનોની લંબાઈ-પહોળાઈ :१८८ चंदविमाणे णं भंते ! केवइयं आयामविक्खभेणं, केवइयं बाहल्लेणं પuત્તે ? ગોયમાં !
छप्पण्णं खलु भाए, विच्छिण्णं चंदमंडलं होइ । अट्ठावीसं भाए, बाहल्लं तस्स बोद्धव्वं ॥१॥ अडयालीसं भाए, विच्छिण्णं सूरमंडल होइ । चठवीसं खलु भाए, बाहल्लं तस्स बोद्धव्वं ॥२॥