________________
સાતમો વક્ષસ્કાર
भवंति तहा तहा णं तेसि णं देवाणं एवं पण्णायए, तं जहा- अणुत्ते वा तुल्लत्ते वा, जहा जहा णं तेसिं देवाणं तवणियम - बंभचेराणि णो ऊसियाइं भवंति तहा तहा णं तेसिं देवाणं एवं (णो) पण्णायए, તેં નહીં- अणुत्वा तु वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ચંદ્રાદિ દેવની અપેક્ષાએ તારા રૂપ દેવોની અલ્પ કે સમઋદ્ધિનું શું કારણ છે?
૫૫
ઉત્તર– હે ગૌતમ ! જે દેવોએ પૂર્વભવમાં કનીષ્ઠ કે શ્રેષ્ઠરૂપે તપ, નિયમ, બ્રહ્મચર્યાદિનું પાલન કર્યું હોય તે દેવો ચંદ્રાદિ કરતાં કંઈક અલ્પ કે તૂલ્ય ઋદ્ધિવાળા દેખાય છે અને જે દેવોએ પૂર્વભવમાં તપ, નિયમ, બ્રહ્મચર્યાદિનું પાલન કર્યું ન હોય તે દેવો ચંદ્રાદિ કરતાં કંઈક અલ્પ કે તુલ્ય ઋદ્ધિવાળા હોતા નથી અર્થાત્ તે નગણ્ય ઋદ્ધિવાળા બહુ સામાન્ય દેવ થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં “તારા દેવ ઋદ્ધિ દ્વાર” નામના પ્રથમ દ્વારનું વર્ણન છે.
જ્યોતિષી દેવોમાં ચંદ્ર અને સૂર્ય ઇન્દ્ર સ્થાને છે. તારારૂપ દેવો ચંદ્ર દેવના પરિવાર રૂપે ઓળખાય છે. જેમ લોકમાં પૂર્વ સંચિત પુણ્યના કારણે કેટલીક વ્યક્તિઓ રાજા ન હોવા છતાં રાજા તુલ્ય વૈભવવાળા કે રાજાથી કંઈક ન્યૂન વૈભવવાળા હોય છે, તેમ કેટલાક તારારૂપ દેવો ચંદ્રાદિ જેવી ઋદ્ધિને પ્રાપ્ત હોય છે અને કેટલાક તેનાથી કંઈક ન્યૂન ઋદ્ધિવાળા હોય છે. જ્યારે અન્ય કેટલાક તારારૂપ દેવો સામાન્ય મનુષ્યની જેમ અત્યલ્પ ઋદ્ધિવાળા પણ હોય છે.
તારા દેવોની ચંદ્ર કરતા અલ્પ કે તુલ્ય ઋદ્ધિનું કારણ જણાવતા સૂત્રકાર કહે છે કે પૂર્વભવમાં જેણે તપ, નિયમ, બ્રહ્મચર્યાદિનું શ્રેષ્ઠ આચરણ કર્યું હોય તે દેવો ચંદ્રાદિ જેવી કે તેનાથી કંઈક ન્યૂન ઋદ્ધિને પ્રાપ્ત થાય છે અને જેણે તપ, નિયમાદિનું આચરણ ન કર્યું હોય તે ચંદ્રાદિની સરખામણીમાં આવતાં જ નથી. તેઓ કંઈક અલ્પ ઋદ્ધિવાળા કે સમઋદ્ધિવાળા હોતા જ નથી. પરંતુ તે ચંદ્ર-સૂર્યની અપેક્ષાએ અત્યંત અલ્પ નિમ્નતર કે નિમ્નત્તમ અર્થાત્ નગણ્ય ઋદ્ધિવાળા હોય છે. તેમ સમજવું જોઈએ.
ચંદ્ર પરિવાર :
१८१ एगमेगस्स णं भंते ! चंदस्स केवइया महग्गहा परिवारो, केवइया णक्खत्ता परिवारो, केवइया तारागणकोडाकोडीओ पण्णत्ताओ ?
गोयमा ! अट्ठासीइ महग्गहा परिवारो, अट्ठावीसं णक्खत्ता परिवारो, छावट्ठि-सहस्साइं णव सया पण्णत्तरा तारागणकोडाकोडीणं पण्णत्ता ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કેટલા મહાગ્રહો પ્રત્યેક ચંદ્રના પરિવાર રૂપે છે ? કેટલા નક્ષત્ર ચંદ્રના પરિવાર રૂપે છે ? અને કેટલા કોટાકોટી તારાઓ ચંદ્રના પરિવાર રૂપે છે ?