________________
૫૬૪
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
છઠ્ઠ દ્વારઃ- આ દ્વારમાં ચાર ક્ષેત્રની બહાર, અંદર અથવા ઉપર ચાલતા નક્ષત્ર સંબંધી વર્ણન છે. સાતમું દ્વાર :- આ દ્વારમાં જ્યોતિષી વિમાનોના સંસ્થાનનું વર્ણન છે. આઠમું દ્વાર - આ દ્વારમાં જ્યોતિષીદેવોની સંખ્યાનું વર્ણન છે. નવમું દ્વાર – આ દ્વારમાં ચંદ્ર આદિ દેવોના વિમાનોને વહન કરનાર દેવો સંબંધી વર્ણન છે. દશમું દ્વાર - આ દ્વારમાં શીઘ્રગતિવાળા, મંદગતિવાળા દેવો સંબંધી વર્ણન છે. અગિયારમું દ્વાર - આ દ્વારમાં અલ્પ વૈભવશાળી અને વિપુલ વૈભવશાળી દેવ સંબંધી વર્ણન છે. બારમું દ્વાર - આ દ્વારમાં તારાઓના પારસ્પરિક અંતરનું વર્ણન છે. તેરમું દ્વાર - આ ધારમાં ચંદ્રાદિ દેવોની અગ્રમહિષી (મુખ્યદેવી)ઓનું વર્ણન છે. ચૌદમું દ્વાર – આ દ્વારમાં આવ્યંતર પરિષદ અને દેવીઓની સાથેના ભોગ-સામર્થ્ય આદિનું વર્ણન છે. પંદરમું તાર:- આ દ્વારમાં જ્યોતિષીદેવોના આયુષ્યનું વર્ણન છે. સોળમું દ્વાર – આ દ્વારમાં જ્યોતિષીદેવોના અલ્પબદુત્વનું વર્ણન છે. તારા દેવોની અલ્પાદિ ઋદ્ધિ હેતુ :१७९ अत्थि णं भंते ! चंदिम-सूरियाणं हिटुिं पि तारारूवा अणुंपि तुल्लावि, समेवि तारारूवा अणुंपि तुल्लावि, उप्पिपि तारारुवा अणुंपि तुल्लावि ?
हंता गोयमा ! तं चेव उच्चारेयव्वं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! (૧) ચંદ્ર, સૂર્ય, વિમાનની નીચેના ક્ષેત્રમાં સ્થિત તારા વિમાનોના દેવો શું ચંદ્ર-સૂર્ય કરતાં અલ્પ ઋદ્ધિવાન(કંઈક અલ્પ ઋદ્ધિવાળા) કે સમઋદ્ધિવાન (એકસરખી ઋદ્ધિવાળા) હોય છે? (૨) ચંદ્ર-સૂર્ય વિમાનની સમશ્રેણીએ સ્થિત તારા વિમાનોના દેવો ચંદ્રાદિ કરતાં શું કંઈક અલ્પ ઋદ્ધિવાળા કે એક સરખી ઋદ્ધિવાળા હોય છે? (૩) ચંદ્ર-સૂર્ય વિમાનની ઉપરના ક્ષેત્રમાં સ્થિત તારા વિમાનોના દેવો ચંદ્રાદિ કરતાં શું કંઈક અલ્પ ઋદ્ધિવાળા કે એકસરખી ઋદ્ધિવાળા હોય છે?
ઉત્તર- હા, ગૌતમ! આ રીતે હોય છે અર્થાત્ ચંદ્ર-સૂર્ય વિમાનની નીચે કે સમશ્રેણીએ કે ઊર્ધ્વભાગમાં સ્થિત તારા વિમાનના કેટલાક દેવો ચંદ્રાદિ કરતાં કંઈક અલ્પઋદ્ધિવાન હોય છે અને કેટલાક સમઋદ્ધિવાન પણ હોય છે. १८० से केणटेणं भंते ! एवं वुच्चइ ?
गोयमा ! जहा जहा णं तेसिं देवाणं तव-णियम-बंभचेराणि ऊसियाई