________________
સાતમ વક્ષસ્કાર
| ૫૭ |
વૃત્તિ. પ્રકાશ્ય વસ્તુનું જે સંસ્થાન આકાર હોય છે તેવું જ સંસ્થાન તેની છાયાનું હોય છે. સૂત્રકારે તoor વટ્ટાણ. દ્વારા આ જ વાત રજૂ કરી છે કે વૃત્ત-ગોળ વસ્તુની છાયા વૃત્ત અને ચોરસ વસ્તુની છાયા ચોરસ હોય છે. ન્યગ્રોધ પરિમંડળ-વટના વૃક્ષની છાયા વટના વૃક્ષ જેવી જ હોય છે. આ વાતને સૂત્રકારે સાયમપુરેનિયા પદ દ્વારા વધુ સ્પષ્ટ કરી છે. સકાય-સ્વશરીર, સ્વપિંડ, તેને અનુરજિત કરવાવાળી અર્થાત્ તેના આકારવાળી (અનુર -અનુવા) છાયાથી સૂર્ય તે વસ્તુને પ્રકાશિત કરે છે.
સૂત્રકારે અષાઢ માસના વર્ણનમાં આ વાત રજૂ કરી છે પણ સર્વ માસમાં છાયા વસ્તુના આકારવાળી હોય છે તેમ સમજવું આ છાયાની લંબાઈમાં હાનિ-વૃદ્ધિ જરૂર થાય છે પણ તેનો આકાર પ્રકાશ્ય વસ્તુની સમાન જ હોય છે. જ્યોતિષમંડલના વિષય સૂચક દ્વાર :
हिदि ससिपरिवारो, मंदरबाहा तहेव लोगते । १७८
धरणितलाओ अबाहा, अंतो बाहिं च उड्डमुहे ॥१॥ संठाणं च पमाणं, वहति सीहगई इड्डिमंता य ।
तारंतर अग्गमहिसी, तुडिय पहु ठिई य अप्पबहू ॥२॥ ભાવાર્થ - હવે જ્યોતિષી દેવો અને તેના વિમાનો સંબંધી તુલનાત્મક વિષયોનું વર્ણન કરવામાં આવશે. તે વિષયના સોળ દ્વાર થાય છે. તે આ પ્રમાણે છે યથા– (૧) તારાદેવની ઋદ્ધિ (૨) ચંદ્ર પરિવાર (૩) મેરુથી અંતર (૪) લોકાન્તથી અંતર (૫) ભૂતલથી અંતર(ઊંચાઈ) (૬) અંદર, બહાર, ઉપર ચાલતા નક્ષત્ર (૭) દેવ વિમાન સંસ્થાન (૮) લંબાઈ-પહોળાઈ (૯) વાહક દેવ (૧૦) શીધ્ર ગતિ તુલના (૧૧) ઋદ્ધિ તુલના (૧૨) તારાઓ વચ્ચેના અંતર (૧૩) અગ્રમહિષી (૧૪) ભોગ મર્યાદા (૧૫) સ્થિતિ (૧૬) અબદુત્વ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જ્યોતિષ્ક દેવોના અવશિષ્ટ વર્ણન માટે સૂત્રકારે ૧૬ લાર બતાવ્યા છે. પ્રથમ હારઃ- આ દ્વારમાં ચંદ્ર તથા સૂર્યના અધસ્તન(નીચેના) પ્રદેશવર્તી, સમપંક્તિવર્તી તથા ઉપરિતન (ઊર્ધ્વ) પ્રદેશવર્તી તારકમંડલના-નારા વિમાનોના અધિષ્ઠાતા-દેવોની ઋદ્ધિ હેતુના કારણનું વર્ણન છે. બીજુ કાર - આ દ્વારમાં ચંદ્રપરિવારનું વર્ણન છે. ત્રીજુ દ્વારઃ- આ દ્વારમાં મેથી જ્યોતિષ મંડળના અંતરનું-દૂરીનું વર્ણન છે. ચોથ તાર :- આ દ્વારમાં લોકાન્તથી જ્યોતિષમંડળના અંતરનું વર્ણન છે. પાંચમું દ્વાર - આ દ્વારમાં ભૂતલથી જ્યોતિષમંડળના અંતરનું વર્ણન છે.