________________
૫૨
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
(૧૧) જેઠ
૨ પાદ ૪ અંગુલ
વિશાખા અનુરાધા જ્યેષ્ઠા મૂલ
૧૪ અહોરાત્ર ૮ અહોરાત્ર ૭ અહોરાત્ર ૧ અહોરાત્ર
(૧૨) અષાઢ
૨ પાદ પ્રમાણ
મૂલ પૂર્વાષાઢા
૧૪ અહોરાત્ર ૧૫ અહોરાત્ર ૧ અહોરાત્ર
ઉત્તરાષાઢા
પોપલી છાયા:- પૌરુષી કે પોરસી છાયા. અહીં ‘પુરુષ' શબ્દથી શંકુ-ખીલો અથવા પુરુષનું શરીર ગ્રહણ કરવામાં આવે છે. તે પુરુષના આધારે જે છાયા કે પડછાયો થાય તેને પૌરુષી કે પોરસી કહે છે.
દક્ષિણાયનના પ્રથમ દિવસે કોઈપણ વસ્તુની છાયા તે વસ્તુ જેવડી જ હોય છે. તત્પશ્ચાત્ પ્રતિદિન તે છાયા વૃદ્ધિ પામે છે અને ઉત્તરાયણના પ્રથમ દિવસે છાયા વસ્તુ પ્રમાણ કરતાં બમણી હોય છે. ત્યારપછી પ્રતિદિન છાયા ઘટતા ઘટતા દક્ષિણાયનના પ્રથમ દિને પુનઃ તે છાયા વસ્તુના પ્રમાણ જેવડી થાય છે.
પ્રત્યેક વસ્તુના પોત-પોતાના પ્રમાણના ૧૮૩માં ભાગ પ્રમાણ છાયાની વદ્ધિ-હાનિ થાય છે. જેમ કે ૨૪ અંગુલનો શંકુ-ખીલાની છાયા અથવા ૨૪ અંગુલ પ્રમાણ ઢીંચણ સુધીના પગની પૌરુષી છાયા-પડછાયો દક્ષિણાયનના પ્રથમ દિને ૨૪ અંગુલ પ્રમાણ જ હોય છે.
पादद्वितयमानश्च जानुः स्यात्पादमूलतः
કાદશાંગુલમાનોઝ પાવો ન તુ ખાતઃ લોકપ્રકાશ સર્ગ ૮ | ગા. ૧૦૧૩ ત્યારપછી પ્રતિદિન અંગુલ પ્રમાણ છાયા વૃદ્ધિ પામે છે. સાધિક સાડા સાત દિવસે છાયા ૧ અંગુલની વૃદ્ધિ પામે છે અર્થાત્ શ્રાવણ વદી-૯ના તે ખીલાની છાયા ૨૫ અંગુલ પ્રમાણ વાળી થાય છે અને મહિનાના અંતે-અંતિમ દિવસે છાયા ચાર અંગુલ પ્રમાણ વૃદ્ધિ પામતા ૨૪ અંગુલ પ્રમાણ ઢીંચણ સુધીના પગની છાયા ૨૮ અંગુલ પ્રમાણ થાય છે. અહીં ૧૨ અંગુલનો ૧ પાદ છે તેથી ૨ પાદ અને ચાર અંગુલની પૌરુષી છાયા છે, તેમ પણ કહી શકાય છે. પૌરુષી છાયા હાનિ-વૃદ્ધિ ધુવાંકઃ- પ્રત્યેક વસ્તુની છાયા પ્રતિદિન તે વસ્તુના પ્રમાણના ૧૮૩માં અંશ પ્રમાણ વૃદ્ધિ અને હાનિને પામે છે. ૨૪ અંગુલના શકુની અપેક્ષાએ પ્રતિદિન અંગુલની વૃદ્ધિનહાનિ થાય છે ૨૪ અંગુલનો ૧૮૩ મો ભાગ નિશ્ચિત કરવા પ્રથમ ૨૪ અંગુલના અંશ કરવા ૬૧થી ગુણતા(૨૪ x ૧ = ૧,૪૬૪) થાય છે તેનો ૧૮૩મો ભાગ નિશ્ચિત કરવા ૧,૪૬૪ - ૧૮૩ = ૮ અંશ પ્રાપ્ત થાય છે. પ્રતિદિન અંગુલની વૃદ્ધિ થતાં સાધિક દિવસે છાયા ૧ અંગુલ વધી જાય છે. પ્રત્યેક માસે ૪ અંગુલની વૃદ્ધિ–હાનિ થાય છે. છાયાનો આકાર - ચાર વસ્તુ વત્સસ્થાન મતિ તી છાયામાં તથા સંસ્થાનોપાવજો !