________________
૫૫૬
શ્રી જેબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ઉત્તર- હે ગૌતમ! આસો માસને (૧) ઉત્તરભાદ્રપદા (૨) રેવતી (૩) અશ્વિની, આ ૩ નક્ષત્ર પરિવહન કરે છે. આસો માસમાં ૧૪ અહોરાત્ર પર્યત ઉત્તરભાદ્રપદા, ૧૫ અહોરાત્ર પર્યત રેવતી અને ૧ અહોરાત્ર પર્યત અશ્વિની નક્ષત્ર રહે છે. (૧૪+૧૫ + ૧ = ૩૦ અહોરાત્ર) તે આસો માસમાં સૂર્ય પોરસી પ્રમાણની બે પગ છાયાને ૧૨ અંગુલ વૃદ્ધિ કરતો પરિભ્રમણ કરે છે. તેથી તે માસના અંતિમ દિવસે પૂરેપૂરા ત્રણ પગ પ્રમાણ પોરસી હોય છે. १६९ वासाणं भंते ! चउत्थं मासं कइ णक्खत्ता ऐति ।
गोयमा ! तिण्णि- अस्सिणी, भरणी, कत्तिया । अस्सिणी चउद्दस, भरणी पण्णरस, कत्तिया एगं । तंसि च णं मासंसि सोलसंगुलपोरिसीए छायाए सूरिए अणुपरियट्टइ । तस्स णं मासस्स चरमे दिवसे तिण्णि पयाई चत्तारि अंगुलाई पोरिसी भवइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વર્ષાકાળના ચોથા-કારતક માસને કેટલા નક્ષત્ર પરિવહન કરે છે?
ઉત્તર-હે ગૌતમ! કાર્તિક માસને (૧) અશ્વિની (૨) ભરણી (૩) કૃતિકા, આ ત્રણ નક્ષત્ર પરિવહન કરે છે. કાર્તિક માસમાં ૧૪ અહોરાત્ર પર્યત અશ્વિની, ૧૫ અહોરાત્ર પર્યત ભરણી અને 1 અહોરાત્ર પર્યત કૃતિકા નક્ષત્ર રહે છે. (૧૪+ ૧૫ + ૧ = ૩૦ અહોરાત્ર) તે કાર્તિક માસમાં સૂર્ય પોરસી પ્રમાણ પુરુષ છાયાને ૧૬ અંગુલ વૃદ્ધિ કરતો પરિભ્રમણ કરે છે. તેથી તે માસના અંતિમ દિવસે ૩ પાદ અને ૪ અંગુલ પ્રમાણ પોરસી હોય છે. १७० हेमंताणं भंते ! पढमं मासं कइ णक्खत्ता ऐति ?
गोयमा ! तिण्णि- कत्तिया, रोहिणी, मिगसिरं । कत्तिया चउद्दस, रोहिणी पण्णरस, मिगसिरं एग अहोरत्तं णेइ । तंसि च णं मासंसि वीसंगुलपोरिसीए छायाए सूरिए अणुपरियट्टइ । तस्स णं मासस्स जे से चरिमे दिवसे तंसि च णं दिवसंसि तिण्णि पयाई अट्ठ य अंगुलाई पोरिसी भवइ ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! હેમંત કાળના પ્રથમ મૃગશીર્ષ(માગસર) માસને કેટલા નક્ષત્ર પરિવહન કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! માર્ગશીર્ષ માસને (૧) કૃતિકા (૨) રોહિણી (૩) મૃગશીર્ષ, આ ત્રણ નક્ષત્ર પરિવહન કરે છે. મૃગશીર્ષ માસમાં ૧૪ અહોરાત્ર પર્યત કૃતિકા, ૧૫ અહોરાત્ર પર્યત રોહિણી, ૧અહોરાત્ર પર્યત મૃગશીર્ષ નક્ષત્ર રહે છે. (૧૪ + ૧૫ + ૧ = ૩૦ અહોરાત્ર). તે મૃગશીર્ષ માસમાં સૂર્ય પોરસી પ્રમાણ પુરુષ છાયાને ૨૦ અંગુલ વૃદ્ધિ કરતો પરિભ્રમણ કરે છે. તેથી તે માસના અંતિમ દિવસે ત્રણ પાદ અને આઠ અંગુલ પ્રમાણ પોરસી હોય છે.