________________
સાતમો વક્ષસ્કાર
[ ૫૫૫ ]
ઉત્તર- હે ગૌતમ! શ્રાવણ માસને (૧) ઉત્તરાષાઢા (૨) અભિજિત (૩) શ્રવણ (૪) ધનિષ્ઠા, આ ચાર નક્ષત્ર પરિવહન કરે છે અર્થાતુ શ્રાવણ માસમાં આ ચાર નક્ષત્ર હોય છે. શ્રાવણ માસમાં ૧૪ અહોરાત્ર પર્યત ઉત્તરાષાઢા, ૭ અહોરાત્ર પર્યત અભિજિત, ૮ અહોરાત્ર પર્યત શ્રવણ, ૧ અહોરાત્ર પર્વત ધનિષ્ઠા નક્ષત્ર રહે છે. (૧૪+ ૭+૮+ ૧ = 30 અહોરાત્ર).
તે શ્રાવણ માસમાં સૂર્ય પોરસી પ્રમાણની બે પગ રૂ૫ છાયાને ચાર અંગુલ વૃદ્ધિ કરતો પરિભ્રમણ કરે છે. તે માસના અંતિમ દિવસે ૨ પાદ(પગ) અને ૪ અંગુલ પ્રમાણ પોરસી હોય છે અર્થાત્ ઊભા પુરુષના ઢીંચણ સુધીના પગ જેટલી છાયા પડે ત્યારે પોરસીનો કાળ થાય છે. १६७ वासाणं भंते ! दोच्चं मासं कइ णक्खत्ता णेति ?
गोयमा ! चत्तारि-धणिट्ठा सयभिसया, पुव्वभद्दवया, उत्तराभद्दवया । धणिट्ठा णं चउद्दस अहोरत्ते णेइ, सयभिसया सत्त अहोरत्ते णेइ, पुव्वाभद्दवया अट्ठ अहोरत्ते णेइ, उत्तराभद्दवया एगं ।
__ तंसि च णं मासंसि अटुंगुलपोरिसीए छायाए सूरिए अणुपरियट्टइ । तस्स मासस्स चरिमे दिवसे दो पया अट्ठ य अंगुला पोरिसी भवइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વર્ષાકાળના બીજા-ભાદ્રપદ(ભાદરવા) માસને કેટલા નક્ષત્ર પરિવહન કરે છે?
ઉત્તર- હે ગૌતમ! ભાદ્રપદ માસને (૧) ધનિષ્ઠા (૨) શતભિષા (૩) પૂર્વભાદ્રપદા (૪) ઉત્તર ભાદ્રપદા, આ ૪ નક્ષત્ર પરિવહન કરે છે. ભાદ્રપદ માસમાં ૧૪ અહોરાત્ર પર્યત ધનિષ્ઠા, ૭ અહોરાત્ર પર્યત શતભિષક, ૮ અહોરાત્ર પર્યત પૂર્વ ભાદ્રપદા અને 1 અહોરાત્ર પર્યત ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર રહે છે. (૧૪+ ૭ + ૮ + ૧ = ૩૦ અહોરાત્ર)
તે ભાદ્રપદ માસમાં સૂર્ય પોરસી પ્રમાણની છાયાને(બે પગ રૂ૫) ૮ અંગુલ વૃદ્ધિ કરતો પરિભ્રમણ કરે છે. તેથી તે માસના અંતિમ દિવસે ૨ પાદ(પગ) અને ૮ અંગુલ પ્રમાણ પોરસી હોય છે. १६८ वासाणं भंते ! तइयं मासं कइ णक्खत्ता ऐति?
गोयमा ! तिण्णि णक्खत्ता णेति, तं जहा- उत्तरभद्दवया, रेवई, अस्सिणी । उत्तरभद्दवया चउद्दस राइदिए णेइ, रेवई पण्णरस, अस्सिणी एगं । तंसि च णं मासंसि दुवालसंगुलपोरिसीए छायाए सूरिए अणुपरियट्टइ । तस्स णं मासस्स चरिमे दिवसे लेहट्ठाई तिण्णि पयाई पोरिसी भवइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! વર્ષાકાળના ત્રીજા-આસો માસને કેટલા નક્ષત્ર પરિવહન કરે છે?