________________
શ્રી જંબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
અમાવાસ્યા નિર્યુક્તિ = વાતાવછેવેનવ સ્મિનક્ષેત્રે ચન્દ્રપૂર્વાવસ્થાનાધારવગત- વિશેષના અમાવાસ્યાઃ । ચંદ્ર અને સૂર્ય, બંને એક સાથે રહે તેવા કાળવિશેષને અમાવાસ્યા કહે છે. અમાસ ચંદ્રસૂ વસતોડ્યામિતિ અમા એટલે સાથે, ચંદ્ર સૂર્ય એક સાથે જેમાં વસે તે અમાવાસ્યા.
૫૫૪
પૂર્ણિમા—અમાવાસ્યા પ્રકાર :– • પૂર્ણિમા અને અમાવાસ્યાના ૧૨-૧૨ પ્રકાર છે. ધનિષ્ઠાદિ ૧૨ નક્ષત્રો પ્રાયઃ શ્રવણાદિ માસોની પૂર્ણિમાને પૂર્ણ કરે છે અર્થાત્ પૂર્ણિમાના દિવસે તે નક્ષત્ર સમાપ્ત થાય છે. તેથી તે નક્ષત્રોના નામથી અનુક્રમે શ્રાવણી વગેરે ૧૨ પૂર્ણિમા અને ૧૨ અમાવાસ્યાના નામ પડયાં છે. જેમ કે જે પૂર્ણિમાના દિવસે ધનિષ્ઠા એટલે શ્રવિષ્ટા નક્ષત્ર પૂર્ણ થતું હોય તે શ્રાવિષ્ટા કે શ્રાવણી પૂર્ણિમા કહેવામાં આવે છે.
જ્યારે ઉપકુલ સંજ્ઞક નક્ષત્રો પૂર્ણિમાઓને સમાપ્ત કરે છે ત્યારે તે ઉપકુલોથી પૂર્વના શ્રવણાદિ નક્ષત્રો અનુક્રમે આમાવસ્યાને સમાપ્ત કરે છે.
જ્યારે કુલોપકુલ સંજ્ઞક નક્ષત્રો પૂર્ણિમાને સમાપ્ત કરે છે ત્યારે ઉપકુલસંજ્ઞક નક્ષત્રોથી પાછલા અભિજિત આદિ નક્ષત્રો અમાવસ્યાને સમાપ્ત કરે છે. (જો કે અભિજિત નક્ષત્ર પૂર્ણિમાને સમાપ્ત કરતું દેખાતું નથી, પરંતુ શ્રુતિયોગથી સાંભળવા માત્રથી તેને પૂર્ણિમાનું પૂરક કહ્યું છે.)
જે નક્ષત્રમાં પૂર્ણિમા થાય તેથી પ્રતિલોમ ગણતાં પંદરમે અથવા ચૌદમે નક્ષત્રે અમાવસ્યા થાય છે. જેમ કે માઘ માસમાં પૂર્ણિમાને મઘા નક્ષત્રનો યોગ હોય તો અમાવાસ્યાને શ્રાવષ્ટી-ધનિષ્ઠા નક્ષત્રનો યોગ હોય છે. તે જ રીતે શ્રાવણ માસમાં પૂર્ણિમાને વાસવ-ધનિષ્ઠા નક્ષત્રનો યોગ અને અમાવસ્યાને મઘા નક્ષત્રનો યોગ હોય છે.
આ જ રીતે અન્ય ભાદ્રપદી પૂર્ણિમા અને ફાલ્ગુની અમાવસ્યા વગેરે જાણવા. પૂર્ણિમાદિના કુલાદિ યોગ સૂત્રાર્થથી સ્પષ્ટ છે.
માસ પરિસમાપક નક્ષત્રો અને પુરુષ છાયા :
| १६६ वासाणं पढमं मासं कइ णक्खत्ता र्णेति ?
ગોયમા ! વત્તા ળવવત્તા લૈંતિ, તું બહા- ઉત્તરાસાના, અમિ, સવળો, धणिट्ठा । उत्तरासाढा चउद्दस अहोरत्ते णेइ, अभिई सत्त अहोरत्ते णेइ, सवणो अट्ठ अहोरत्ते णेइ, धणिट्ठा एगं अहोरत्तं णेइ ।
तंसि च णं मासंसि चउरंगुलपोरसीए छायाए सूरिए अपुपरियट्टा । तस्स णं मासस्स चरिमदिवसे दो पदा चत्तारि य अंगुला पोरिसी भवइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! વર્ષાકાળના પ્રથમ શ્રાવણ માસને કેટલા નક્ષત્ર પરિવહન કરે છે ?