________________
સાતમો વક્ષસ્કાર
[ ૫૫૩ |
१६४ जया णं भंते ! साविट्ठी पुण्णिमा भवइ तया णं माही अमावासा भवइ ? जया णं भंते ! माही पुण्णिमा भवइ तया णं साविट्ठी अमावासा भवइ ?
हंता गोयमा ! जया णं साविट्ठी तं चेव वत्तव्वं । ભાવાર્થ :- પ્રશ્ન- (૧) હે ભગવન્! જ્યારે શ્રાવણી પૂર્ણિમા હોય, ત્યારે શું માઘી અમાસ હોય છે? અર્થાત્ શ્રવણ નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય ત્યારે તેની પૂર્વવર્તી અમાસ મઘા નક્ષત્ર યુક્ત હોય છે? (૨) હે ભગવન્! જ્યારે માઘી પૂર્ણિમા હોય ત્યારે શું શ્રાવણી અમાસ હોય છે? અર્થાત્ માઘ નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય ત્યારે તેની પૂર્વવર્તી અમાસ શ્રવણ નક્ષત્ર યુક્ત હોય છે.
ઉત્તર- હે ગૌતમ ! શ્રાવણી પૂર્ણિમા હોય ત્યારે માથી અમાસ હોય છે. વગેરે તે તેમજ કથન કરવું. १६५ जया णं भंते ! पोट्टवई पुण्णिमा भवइ तया णं फग्गुणी अमावासा भवइ, जया णं फग्गुणी पुण्णिमा भवइ तया णं पोट्ठवई अमावासा भवइ ?
हंता गोयमा ! तं चेव, एवं एएणं अभिलावेणं इमाओ पुण्णिमाओ अमावासाओ णेयव्वाओ- अस्सिणी पुण्णिमा चेत्ती अमावासा, कत्तिगी पुण्णिमा वइसाही अमावासा, मग्गसिरी पुण्णिमा जेट्ठामूली अमावासा, पोसी पुण्णिमा आसाढी अमावासा । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ભાદ્રપદી પૂર્ણિમા હોય ત્યારે શું ફાલ્ગની અમાસ હોય છે? જ્યારે ફાલ્ગની પૂર્ણિમાં હોય ત્યારે શું ભાદ્રપદી અમાસ હોય છે?
ઉત્તર– હા, ગૌતમ! તે તેમજ હોય છે.
આ જ પ્રમાણે, પૂર્ણિમા અને અમાસનું કથન કરવું. અશ્વિની પૂર્ણિમા ચૈત્રી અમાસ; કાર્તિકી પૂર્ણિમા વૈશાખી અમાસ; મૃગશીર્ષ પૂર્ણિમા જેઠમૂલી અમાસ; પોષી પૂર્ણિમા અષાઢી અમાસ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નક્ષત્રના “પૂનમ અમાસ દ્વાર” અને “નક્ષત્ર સન્નિપાત દ્વાર” નામના આઠમા અને નવમા દ્વારનું વર્ણન છે. આ કાર અંતર્ગત પૂર્ણિમા, અમાવસના પ્રકાર, કુલ, ઉપકુલ, કુલીપકુલ સંજ્ઞક નક્ષત્રો સાથેના યોગાદિનું વર્ણન છે. પૂર્ણિમા નિર્યુક્તિ - પરિફુટ બોડરાવતા જોતા વિશેષરૂપાઃ પના: | પરિસ્કૂટ–પ્રગટ સોળકળાવાળા ચંદ્રથી યુક્ત કાળવિશેષને પૂર્ણિમા કહે છે. પૂર વધેન નિતા-પૂર્ણ ચંદ્રથી નિષ્પન્ન તિથિને પૂર્ણિમા કહે છે.