________________
[ ૫૫ર |
શ્રી જબૂદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
जोएमाणे महाणक्खत्ते जोएइ, उवकुलंजोएमाणे अस्सेसा णक्खत्ते जोएइ । साविट्ठिण्णं अमावासं जावजुत्तत्ति वत्तव्वं सिया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવનું શ્રાવણી અમાસની સાથે શું કુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે? ઉપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે? કે કુલપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! શ્રાવણી અમાસની સાથે કુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે અથવા ઉપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે પરંતુ કુલોપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થતો નથી. કુલ યોગની અંતર્ગત મઘા નક્ષત્રનો યોગ થાય છે, ઉપકલયોગની અંતર્ગત અશ્લેષા નક્ષત્રનો યોગ થાય છે. યાવતું શ્રાવણી અમાસ યોગયુક્ત કહેવાય છે. १६२ पोट्ठवईण्णं भंते ! अमावासं तं चेव जाव दो जोएइ- कुलं वा जोएइ, उवकुलं वा जोएइ, कुलं जोएमाणे उत्तराफग्गुणी णक्खत्ते जोएइ, उवकुलं जोए माणे पुव्वाफग्गुणी णक्खत्ते जोएइ । पोट्ठवईण्णं अमावासं जाव जुत्तंत्ति वत्तव्वं सिया। एवं आसोइण्णं, कत्तिइण्णं अमावासं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ભાદ્રપદી અમાસની સાથે શું કુલ સંજ્ઞક નક્ષત્ર, ઉપકુલ સંશક નક્ષત્ર અને કુલીપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે?
હે ગૌતમ! ભાદ્રપદી અમાસની સાથે કુલ અને ઉપકુલ સંજ્ઞક નક્ષત્ર યોગ થાય છે. કુલ યોગની અંતર્ગત ઉત્તરાફાલ્ગની નક્ષત્રનો યોગ થાય છે. ઉપકુલયોગની અંતર્ગત પૂર્વાફાલ્યુની નક્ષત્રનો યોગ થાય છે. યાવત તેનો ઉપરોક્ત કોઈ પણ નક્ષત્ર સાથે યોગ થતો હોવાથી તે ભાદ્રપદી અમાસ યોગયુક્ત કહેવાય છે. આ જ રીતે આસોજી અને કાર્તિકી અમાવસ્યાનું કથન કરવું. १६३ मग्गसिरिण्णं तं चेव कुलं मूले णक्खत्ते जोएइ, उवकुलं जेट्ठा णक्खत्ते जोएइ, कुलोवकुले अणुराहा जाव जुत्तत्ति वत्तव्वं सिया । एवं माहीए फग्गुणीए आसाढीए कुलं वा उवकुलं वा कुलोवकुलं वा, अवसेसियाणं कुलं वा उक्कुलं वा जोएइ । ભાવાર્થ :- માર્ગશીર્ષ અમાસની સાથે પૂર્વવત્ કુલયોગની અંતર્ગત મૂલ નક્ષત્રનો યોગ થાય છે, ઉપકુલયોગની અંતર્ગત જયેષ્ઠા નક્ષત્રનો યોગ થાય છે તથા કુલપકુલયોગની અંતર્ગત અનુરાધા નક્ષત્રનો યોગ થાય છે યાવતુ આ માર્ગશીર્ષ અમાવસ્યા યોગ યુક્ત કહેવાય છે.
આ જ પ્રમાણે માળી, ફાલ્ગની તથા આષાઢી અમાસની સાથે કુલ, ઉપકુલ અને કુલીપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે, શેષ અમાવસ્યાઓની સાથે કુલ સંજ્ઞક નક્ષત્ર અને ઉપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે.