________________
[ ૫૫૦]
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આસો પૂર્ણિમાની સાથે શું કુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે વગેરે પૂર્વવત્ પ્રશ્નો કરવા?
ઉત્તર- હે ગૌતમ! કુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે, ઉપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે પરંતુ કુલીપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થતો નથી. કુલયોગની અંતર્ગત અશ્વિની નક્ષત્રનો યોગ થાય છે, ઉપકુલયોગની અંતર્ગત રેવતી નક્ષત્રનો યોગ થાય છે યાવત્ આસો પૂર્ણિમાને યોગ યુક્ત કહેવાય છે. १५७ कत्तिइण्णं भंते ! पुण्णिमं किं कुलं जोएइ, पुच्छा ?
गोयमा ! कुलं वा जोएइ, उवकुलं वा जोएइ, णो कुलोवकुलं जोएइ, कुलं जोएमाणे कत्तियाणक्खत्ते जोएइ, उवकुलं जोएमाणे भरणीणक्खत्ते जोएइ । कत्तिइण्णं पुण्णिमं जाव वत्तव्वं सिया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કાર્તિકી પૂર્ણિમાની સાથે શું કુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે? વગેરે પ્રશ્નો કરવા.
ઉત્તર- હે ગૌતમ! કુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે, ઉપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે, કુલોપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થતો નથી.
કુલયોગની અંતર્ગત કૃતિકા નક્ષત્રનો યોગ થાય છે, ઉપકુલયોગની અંતર્ગત ભરણી નક્ષત્રનો યોગ થાય છે યાવત્ કાર્તિકી પૂર્ણિમા યોગયુક્ત કહેવાય છે. १५८ मग्गसिरिणं भंते ! पुण्णिमं किं कुलं जोएइ, पुच्छा ।
गोयमा ! तं चेव दो जोएइ, णो भवइ कुलोवकुलं । कुलं जोए माणे मग्गसिर णक्खत्ते जोएइ, उवकुलं जोएमाणे रोहिणी णक्खत्ते जोएइ । मग्गसिरिण्णं पुण्णिमं जाव वत्तव्वं सिया । एवं सेसियाओऽवि जाव आसाढिं । पोसिं, जेट्ठामूलिं च कुलं वा उवकुलं वा कुलोवकुलं वा, सेसियाणं कुलं वा, उवकुलं वा कुलोवकुलं ण भण्णइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! માર્ગશીર્ષ પૂર્ણિમાની સાથે શું કુલ સંશક નક્ષત્રનો યોગ થાય છે, ઉપકુલ સંશક નક્ષત્રનો યોગ થાય છે, કુલીપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે?
ઉત્તર- હે ગૌતમ! કુલ સંશક નક્ષત્ર અને ઉપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે પરંતુ કુલીપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થતો નથી. કુલયોગની અંતર્ગત મૃગશિર નક્ષત્રનો યોગ થાય છે, ઉપકુલયોગની અંતર્ગત રોહિણી નક્ષત્રનો યોગ થાય છે.
થાવત્ માર્ગશીર્ષ પૂર્ણિમા યોગ યુક્ત કહેવાય છે. આ રીતે આષાઢી પૂર્ણિમા સુધીનું વર્ણન તે જ