________________
સાતમો વક્ષસ્કાર
૫૪૯
साविट्ठिण्णं पुण्णिमासिं कुलं वा जोएइ, उवकुलं वा जोएइ, कुलोवकुलं व जोएइ, कुलेण वा जुत्ता उवकुलेण वा जुत्ता कुलोवकुलेणं वा जुत्ता साविट्ठी पुणिमा जुत्तत्ति वत्तव्वं सिया ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શ્રાવણી પૂર્ણિમાની સાથે શું કુલનો(કુલસંજ્ઞક નક્ષત્રનો) યોગ થાય છે ? ઉપકુલ સંજ્ઞક નક્ષત્રોનો યોગ થાય છે ? કુલોપકુલ સંજ્ઞક નક્ષત્રોનો યોગ થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! કુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે અથવા ઉપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે અથવા કુલોપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ થાય છે. કુલયોગની અંતર્ગત ધનિષ્ઠા નક્ષત્રનો યોગ થાય છે, ઉપકુલયોગની અંતર્ગત શ્રવણ નક્ષત્રનો યોગ થાય છે તથા કુલોપકુલયોગની અંતર્ગત અભિજિત નક્ષત્રનો યોગ થાય છે.
(ઉપસંહારરૂપે) શ્રાવણી પૂર્ણમાસીની સાથે કુલ, ઉપકુલ અથવા કુલોપકુલ સંજ્ઞક નક્ષત્રોનો યોગ થાય છે. આ પ્રમાણે શ્રાવણી પૂર્ણમાસી કુલયોગયુક્ત હોય કે ઉપકુલયોગયુક્ત અથવા કુલોપકુલયોગયુક્ત હોય તો પણ આ શ્રાવણી પૂર્ણિમા યોગ યુક્ત કહેવાય છે.
१५५ पोट्ठवइण्णं भंते ! पुण्णिमं किं कुलं जोएइ, पुच्छा ?
गोयमा ! कुलं वा उवकुलं वा कुलोवकुलं वा जोएइ कुलं जोए माणे उत्तरभद्दवया णक्खत्ते जोएइ, उवकु लं जोएमाणे पुव्वभद्दवया णक्खत्ते जोएइ, कुलोवकुलं जोएमाणे सयभिसया णक्खत्ते जोए । पोट्ठवइण्णं पुण्णिमं जाव जुत्तत्ति वत्तव्वं सिया ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ભાદ્રપદી પૂર્ણિમાની સાથે શું કુલસંજ્ઞકનક્ષત્રનો યોગ થાય છે ? શું ઉપકુલસંજ્ઞકનક્ષત્રનો યોગ થાય છે ? શું કુલોપકુલસંજ્ઞકનક્ષત્રનો યોગ થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! કુલસંજ્ઞકનક્ષત્ર, ઉપકુલસંજ્ઞકનક્ષત્ર અથવા કુલોપકુલસંજ્ઞકનક્ષત્ર આ ત્રણેનો યોગ થાય છે. કુલયોગની અંતર્ગત ઉત્તરાભાદ્રપદ નક્ષત્રનો યોગ થાય છે. ઉપકુલ યોગની અંતર્ગત પૂર્વાભાદ્રપદ નક્ષત્રનો યોગ થાય છે. કુલોપકુલયોગની અંતર્ગત શતભિષક નક્ષત્રનો યોગ થાય છે. યાવત્ ભાદ્રપદી પૂર્ણિમા યોગ યુક્ત કહેવાય છે.
૬ આસોળ મંતે ! પુચ્છા ?
गोयमा ! कुलं वा जोएइ, उवकुलं वा जोएइ, णो लब्भइ कुलोवकुलं । कुलं जोएमाणे अस्सिणी णक्खत्ते जोइए, उवकुलं जोएमाणे रेवइ णक्खत्ते जोएइ । आसोइण्णं पुण्णिमं जाव वत्तव्वं सिया ।