________________
૫૪૮
શ્રી જંબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
१५२ पोट्ठवईण्णं भंते ! पुण्णिमं कइ णक्खत्ता जोग जोएंति ?
-
गोयमा ! तिण्णि णक्खत्ता जोगं जोएंति, तं जहा सयभिसया पुव्वभद्दवया उत्तरभद्दवया ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પ્રૌષ્ઠીપદી-ભાદરવી પૂર્ણિમાની સાથે કેટલા નક્ષત્રોનો યોગ થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! ભાદરવી પૂર્ણિમાની સાથે શતભિષક, પૂર્વભાદ્રપદા તથા ઉત્તરભાદ્રપદા, આ ત્રણ નક્ષત્રોનો યોગ થાય છે.
१५३ आसोइण्णं भंते ! पुण्णिमं कइ णक्खत्ता जोगं जोएंति ?
गोयमा ! दो जोएंति, तं जहा- रेवई, अस्सिणी य; एवं कत्तिइण्णं दोभरणी, कत्तिया य; मग्गसिरिण्णं दो- रोहिणी, मग्गसिरं च; पोसिं तिण्णि- अद्दा, पुणव्वसू पुस्सो; माघिण्णं दो- अस्सेसा, मघा य; फग्गुणिण्णं दो- पुव्वाफग्गुणी य, उत्तराफग्गुणी य; चेत्तिण्णं दो- हत्थो, चित्ता य; विसाहिण्णं दो- साई, विसाहा य; जेट्ठामूलिण्णं तिण्णि- अणुराहा, जेट्ठा, मूलो; आसाढिण्णं दोपुव्वासाढा, उत्तरासाढा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આસો પૂર્ણિમાની સાથે કેટલા નક્ષત્રોનો યોગ થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! આસો પૂર્ણિમાની સાથે રેવતી તથા અશ્વિની, આ બે નક્ષત્રોનો યોગ થાય છે. આ રીતે કાર્તિક પૂર્ણિમાની સાથે ભરણી તથા કૃતિકા આ બે નક્ષત્રોનો; માર્ગશીર્ષી પૂર્ણિમાની સાથે રોહિણી તથા મૃગશિર આ બે નક્ષત્રોનો; પૌષી પૂર્ણિમાની સાથે આર્દ્રા, પુનર્વસુ અને પુષ્ય, આ ત્રણ નક્ષત્રોનો; માઘી પૂર્ણિમાની સાથે અશ્લેષા અને મઘા આ બે નક્ષત્રોનો; ફાલ્ગુની પૂર્ણિમાની સાથે પૂર્વાફાલ્ગુની તથા ઉત્તરાફાલ્ગુની, આ બે નક્ષત્રોનો; ચૈત્રી પૂર્ણિમાની સાથે હસ્ત અને ચિત્રા બે નક્ષત્રોનો; વૈશાખી પૂર્ણિમાની સાથે સ્વાતિ અને વિશાખા, આ બે નક્ષત્રોનો; જ્યેષ્ઠામૂલી પૂર્ણિમાની સાથે અનુરાધા, જ્યેષ્ઠા અને મૂલ, આ ત્રણ નક્ષત્રોનો તથા આષાઢી પૂર્ણિમા સાથે પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા આ બે નક્ષત્રોનો યોગ થાય છે. १५४ साविट्टिण्णं भंते ! पुण्णिमं कि कुलं जोएइ, उवकुलं जोएइ, कुलोवकुलं जोइ ?
गोयमा ! कुलं वा जोएइ, उवकुलं वा जोएइ, कुलोवकुलं वा जोएइ । कुलं जोएणमाणे धणिट्ठा णक्खत्ते जोएइ, उवकुलं जोएमाणे सवणे णक्खत्ते जोएइ, कुलोवकुलं जोएमाणे अभिई णक्खत्ते जोए ।