________________
૫૪૪ |
શ્રી જબૂતીષ પ્રજ્ઞપ્તિ સૂત્ર
गोयमा ! चत्तारि अहोरत्ते छच्च मुहुत्ते सूरेणं सद्धिं जोगं जोएइ, एवं इमाहिं गाहाहिं णेयव्वं
अभिई छच्च मुहुत्ते, चत्तारि य केवले अहोरत्ते । सूरेण समं गच्छइ, एत्तो सेसाण वोच्छामि ॥१॥ सयभिसया भरणीओ, अद्दा अस्सेस साइ जेट्टा य । वच्चंति मुहुत्ते, इक्कवीस छच्चेवहोरत्ते ॥२॥ तिणेव उत्तराई, पुणव्वसू रोहिणी विसाहा य । वच्चंति मुहुत्ते, तिण्णि चेव वीसं अहोरत्ते ॥३॥ अवसेसा णक्खत्ता, पण्णरस वि सूरसहगया जंति ।
बारस चेव मुहुत्ते, तेरस य समे अहोरत्ते ॥४॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ અઠ્યાવીસ નક્ષત્રોમાં અભિજિત નક્ષત્રનો સૂર્યની સાથે કેટલા અહોરાત્ર સુધી યોગ રહે છે?
ઉત્તર– હે ગૌતમ! અભિજિત નક્ષત્રનો સૂર્ય સાથે ૪ અહોરાત્ર અને મુહૂર્ત સુધી યોગ રહે છે. નક્ષત્રોનો સૂર્યયોગ નિમ્નોક્ત ગાથાઓ દ્વારા જાણવો જોઈએ.
ગાથાર્થ- અભિજિત નક્ષત્રનો સૂર્યની સાથે ૪ અહોરાત્ર તથા ૬ મુહૂર્ત સુધી યોગ રહે છે. શતભિષક, ભરણી, આદ્ર, અશ્લેષા, સ્વાતિ તથા જ્યેષ્ઠા, આ નક્ષત્રોનો સૂર્ય સાથે ૬ અહોરાત્ર તથા ૨૧ મુહૂર્ત સુધી યોગ રહે છે.
ત્રણે ઉત્તરા અર્થાત્ ઉત્તરાફાલ્ગની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ, પુનર્વસુ, રોહિણી અને વિશાખા આ નક્ષત્રોનો સૂર્યની સાથે ૨૦ અહોરાત્ર અને ૩ મુહૂર્ત સુધી યોગ રહે છે. બાકીના પંદર નક્ષત્રોનો સૂર્યની સાથે ૧૩ અહોરાત્ર અને ૧૨ મુહૂર્ત સુધી યોગ રહે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં “નક્ષત્ર રવિ ચંદ્ર યોગ દ્વાર” નામના છઠ્ઠા દ્વારનું વર્ણન છે. અહીં નક્ષત્રોના ચંદ્ર યોગકાળ અને સૂર્યયોગ કાળનું કથન છે. યોગકાળ -અભિજિત વગેરે નક્ષત્રો એક અહોરાત્રમાં જેટલો સમય ચંદ્ર સાથે અને સૂર્ય સાથે પરિભ્રમણ કરે છે, તેને ક્રમશઃ ચંદ્રયોગકાળ અને સૂર્યયોગકાળ કહે છે.