________________
સાતમો વક્ષસ્કાર
| ५४३ |
सद्धिं जोगं जोएइ?
गोयमा ! णव मुहुत्ते सत्तावीसं च सत्तट्ठिभाए मुहुत्तस्स चंदेण सद्धिं जोगं जोएइ । एवं इमाई गाहाहिं अणुगंतव्वं
अभिइस्स चंदजोगो, सत्तट्ठि खंडिओ अहोरत्तो । ते हुति णवमुहुत्ता, सत्तावीसं कलाओ य ॥१॥ सयभिसया भरणीओ, अद्दा अस्सेस साई जेट्ठा य । एते छण्णक्खत्ता, पण्णरस मुहुत्त-संजोगा ॥२॥ तिण्णेव उत्तराई, पुणव्वसू रोहिणी विसाहा य । एए छण्णक्खत्ता, पणयाल मुहुक्त-संजोगा ॥३॥ अवसेसा णक्खत्ता, पण्णरस वि हुंति तीसइमुहुत्ता ।
चंदम्मि एस जोगो, णक्खत्ताणं मुणेयव्वो ॥४॥ ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અઠ્યાવીસ નક્ષત્રોમાં અભિજિત નક્ષત્રનો ચંદ્ર સાથે કેટલા મુહૂર્ત સુધી યોગ રહે છે?
ઉત્તર- હે ગૌતમ! અભિજિત નક્ષત્રનો ચંદ્ર સાથે ૯ ૨૭ મુહૂર્ત સુધી યોગ રહે છે.
નક્ષત્રોનો ચંદ્રયોગ આ ગાથાઓ દ્વારા જાણવો જોઈએ
ગાથાર્થ:- અભિજિત નક્ષત્રનો ચંદ્ર સાથે સડસઠ ભાગવાળા અહોરાત્રના નવ મુહૂર્ત અને એક મુહૂર્તની સત્યાવીસ કલા (૯ 9 મુહૂર્ત) સુધી યોગ રહે છે. શતભિષક, ભરણી, આદ્ગ, અશ્લેષા, સ્વાતિ અને જ્યેષ્ઠા, આ છ નક્ષત્રોનો ચંદ્ર સાથે ૧૫ મુહૂર્ત સુધી યોગ રહે છે.
ત્રણે ઉત્તરા- ઉત્તરાફાલ્યુની, ઉત્તરાષાઢા, ઉત્તર ભાદ્રપદા, પુનર્વસુ, રોહિણી તથા વિશાખા આ છે નક્ષત્રોનો ચંદ્ર સાથે ૪૫ મુહૂર્ત પર્યત યોગ રહે છે.
બાકીના ૧૫ નક્ષત્રોનો ચંદ્ર સાથે ૩૦ મુહૂર્ત સુધી યોગ રહે છે.
આ પ્રમાણે નક્ષત્રોનો ચંદ્ર યોગ ક્રમ છે. १४४ एएसिं णं भंते ! अट्ठावीसाए णक्खत्ताणं अभिई णक्खत्ते कइ अहोरत्ते सूरेण सद्धिं जोगं जोएइ?