________________
૫૪૨
શ્રી જબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
गोसीसावलि काहार, सउणि पुप्फोवयार वावी य । णावा आसक्खंधग, भग छुरघरए अ सगडुद्धी ॥१॥ मिगसीसावलि रुहिरबिंदु, तुल्ल वद्धमाणग पडागा । पागारे पलियके, हत्थे मुहफुल्लए चेव ॥२॥ खीलग दामणि एगावली य, गयदंत बिच्छुलंगुले य ।
गयविक्कमे य तत्तो, सीहणिसीही य संठाणा ॥३॥ ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ૨૮ નક્ષત્રમાં અભિજિત નક્ષત્રનું સંસ્થાન કેવું છે?
ઉત્તર- હે ગૌતમ! અભિજિત નક્ષત્રનું ગોશીર્ષાવલી સંસ્થાન છે.
ગાથાર્થ– સર્વ નક્ષત્રોનો આકાર આ પ્રમાણે છે– (૧) અભિજિત નક્ષત્ર- ગોશીર્ષાવલી- ગાયોના શ્રેણી બંધ મસ્તકોના આકારે છે. (૨) શ્રવણ નક્ષત્ર- કાવડના આકારે (૩) ધનિષ્ઠાનક્ષત્ર-પક્ષીના પાંજરાના આકારે (૪) શતભિષકનક્ષત્ર- પુષ્પ ચંગેરી (છાબ)ના આકારે, (૫-૬) પૂર્વાભાદ્રપદા અને ઉત્તરભાદ્રપદાનક્ષત્ર- બંને અર્ધવાવના આકારે (૭) રેવતી નક્ષત્ર- નાવના આકારે (૮) અશ્વિની નક્ષત્ર- અશ્વસ્કંધ આકારે (૯) ભરણી નક્ષત્ર- ભગ આકારે (૧૦) કૃતિકા નક્ષત્ર- અસ્ત્રાના ઘર(નાવીની બેગ)ના આકારે (૧૧) રોહિણી નક્ષત્ર- ગાડાના ધુંસરાકારે (૧૨) મૃગશીર્ષનક્ષત્ર- હરણના મસ્તકના આકારે (૧૩) આદ્રનક્ષત્ર- લોહીના બિંદુના આકારે (૧૪) પુર્નવસુનક્ષત્ર- તુલા-ત્રાજવાના આકારે (૧૫) પુષ્યનક્ષત્રવર્ધમાનક (કોડિયું)ના આકારે (૧૬) અશ્લેષા નક્ષત્ર-પતાકા-ધ્વજાના આકારે (૧૭) મઘા નક્ષત્ર- કિલ્લાના આકારે (૧૮-૧૯) પૂર્વાફાલ્ગની- ઉત્તરાફાલ્ગનીનક્ષત્ર- આ બંને અર્ધ પલંગાકારે, બંને મળી પૂર્ણ પલંગાકારે, (૨૦) હસ્ત નક્ષત્ર- હાથના આકારે (૨૧) ચિત્રા નક્ષત્ર- મુખાકારે- જુઈના આકારે (૨૨) સ્વાતિ નક્ષત્ર-ખીલાના આકારે (૨૩) વિશાખાનક્ષત્ર- પશુદામન–ગાયાના પગે બાંધેલા દોરડાના આકારે (૨૪) અનુરાધા નક્ષત્ર- એકાવલી હારના આકારે (૨૫) જ્યેષ્ઠાનક્ષત્ર- ગજદંતાકારે (૨૬) મૂળ નક્ષત્રવીંછીની પૂંછડીના આકારે (૨૭) પૂર્વાષાઢા નક્ષત્ર- હાથીના પગના આકાર અને (૨૮) ઉત્તરાષાઢાનક્ષત્રબેઠેલા સિંહના આકારે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં “નક્ષત્ર ગોત્ર” અને “નક્ષત્ર સંસ્થાન” નામના ચોથા-પાંચમા દ્વારનું વર્ણન છે. નક્ષત્ર દ્વારમાં નક્ષત્રના અધિષ્ઠાયક દેવોના ગોત્રનું કથન છે અને સંસ્થાન દ્વારમાં નક્ષત્ર અને વિમાનોથી સર્જાતા આકારનું વર્ણન છે. નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય યોગ કાલ :१४३ एएसि णं भंते ! अट्ठावीसाए णक्खत्ताणं अभिई णक्खत्ते कइमुहुत्ते चंदेण