________________
સાતમ વક્ષસ્કાર
[ ૫૪૧ |
નક્ષત્રોના ગોત્ર અને સંસ્થાન :१४१ एएसि णं भंते ! अट्ठावीसाए णक्खत्ताणं अभिई णक्खत्ते किं गोते ? गोयमा! मोग्गलायणसगोत्ते, गाहा
मोग्गल्लायण संखायणे य, तह अग्गभाव कण्णिल्ले । तत्तो य जाउकण्णे, धणंजए चेव बोद्धव्वे ॥१॥ पुस्सायणे य अस्सायणे य, भग्गवेसे य अग्गिवेसे य । गोयम भारद्दाए, लोहच्चे चेव वासिढे ॥२॥
ओमज्जायण मंडव्वायणे य, पिंगायणे य गोवल्ले । कासव कोसिय दब्भा य, चामरच्छाय सुंगा य ॥३॥ गोलव्वायण तेगिच्छायणे य, कच्चायणे हवइ मूले ।
ततो य बज्झियायण, वग्घावच्चे य गोत्ताई ॥४॥ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આ અઠ્ઠયાવીસ નક્ષત્રોમાં અભિજિત નક્ષત્રનું ક્યું ગોત્ર છે?
ઉત્તર- હે ગૌતમ! અભિજિત નક્ષત્રનું મૌદ્ગલાયન ગોત્ર છે. ગાથાર્થ – સર્વ નક્ષત્રોના ગોત્ર આ પ્રમાણે છે-(૧) અભિજિત નક્ષત્રનું મૌલાયન, (૨) શ્રવણ નક્ષત્રનું સાંખ્યાયન, (૩) ધનિષ્ઠા નક્ષત્રનું અગ્રભાવ, (૪) શતભિષક નક્ષત્રનું કણિલાયન, (૫) પર્વભાદ્રપદા નક્ષત્રનું જાતુકર્ણ, (૬) ઉત્તર ભાદ્રપદા નક્ષત્રનું ધનંજય, (૭) રેવતી નક્ષત્રનું પુષ્યાયન, (૮) અશ્વિની નક્ષત્રનું અશ્વાયન, (૯) ભરણી નક્ષત્રનું ભાર્ગવેશ, (૧૦) કૃતિકા નક્ષત્રનું અગ્નિવેશ્ય, (૧૧) રોહિણી નક્ષત્રનું ગૌતમ, (૧૨) મૃગશિર નક્ષત્રનું ભારદ્વાજ, (૧૩) આર્કા નક્ષત્રનું લોહિત્યાયન, (૧૪) પુનર્વસુ નક્ષત્રનું વાસિષ્ઠ, (૧૫) પુષ્ય નક્ષત્રનું અવમજ્જાયન, (૧૬) અશ્લેષા નક્ષત્રનું માંડવ્યાયન, (૧૭) મઘા નક્ષત્રનું પિંગાયન, (૧૮) પૂર્વાફાલ્વની નક્ષત્રનું ગોવલ્લાયન, (૧૯) ઉત્તરાફાલ્વની નક્ષત્રનું કાશ્યપ, (૨૦) હસ્ત નક્ષત્રનું કૌશિક, (૨૧) ચિત્રા નક્ષત્રનું દાભંયન, (૨૨) સ્વાતિ નક્ષત્રનું ચામરચ્છાયન, (૨૩) વિશાખા નક્ષત્રનું શુંગાયન, (૨૪) અનુરાધા નક્ષત્રનું ગોલવ્યાયન, (૨૫) જ્યેષ્ઠા નક્ષત્રનું ચિકિત્સાયન, (૨૬) મૂલ નક્ષત્રનું કાત્યાયન, (૨૭) પૂર્વાષાઢા નક્ષત્રનું બાહ્યાયન તથા (૨૮) ઉત્તરાષાઢા નક્ષત્રનું વ્યાઘાપત્યગોત્ર બતાવ્યું છે. १४२ एतेसिणं भंते ! अट्ठावीसाए णक्खत्ताणं अभिई णक्खत्ते किसंठिए पण्णत्ते? गोयमा ! गोसीसावलि संठिए पण्णत्ते, गाहा