________________
પ૩૮ ]
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
નક્ષત્રના સ્વામી દેવ :१३९ एतेसि णं भंते ! अट्ठावीसाए णक्खत्ताणं अभिई णक्खत्ते किं देवयाए पण्णत्ते ?
गोयमा ! बम्हदेवयाए पण्णत्ते, सवणे णक्खत्ते विण्हुदेवयाए पण्णत्ते, धणिट्ठा वसुदेवयाए पण्णत्ता, एएणं कमेणं णेयव्वा अणुपरिवाडीए इमाओ રેવયાશો નન્હી, વિદુ, વહુ, વરુ, અયા, વિઠ્ઠી, પૂણે, ભારે, , અને, પાવ, જોને, દે, વિતી, વહરૂ, સખે, પિઝ, મને, મનન, વિયા, તા, वाऊ, इंदग्गी, मित्तो, इंदे, णिरई, आउ, विस्सा य, एवं णक्खत्ताणं एयाए परिवाडीए णेयव्वा जाव उत्तरासाढा किंदेवया पण्णत्ता ? गोयमा ! विस्सदेवया પત્તા | ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ૨૮ નક્ષત્રમાંથી અભિજિત નક્ષત્રના સ્વામી દેવ કોણ છે?
ઉત્તર-હે ગૌતમ! અભિજિત નક્ષત્રના સ્વામી દેવ બ્રહ્મા છે, શ્રવણ નક્ષત્રના સ્વામી દેવવિષ્ણુ છે, ઘનિષ્ઠાના સ્વામી દેવ વસુ છે. આવી રીતે પ્રથમ નક્ષત્રથી અંતિમ નક્ષત્ર પર્વત, આ જ ક્રમથી(પરિપાટીથી) નક્ષત્ર દેવોના નામ આ પ્રમાણે જાણવા
(૧) અભિજિતના બ્રહ્મા (૨) શ્રવણના વિષ્ણુ (૩) ધનિષ્ઠાના વસુ (૪) શતભિષકના વરુણ (૫) પૂર્વભાદ્રપદાના અજ (૬) ઉત્તર ભાદ્રપદાના અભિવૃદ્ધિ (૭) રેવતીના પૂષા (૮) અશ્વિનીના અશ્વ (૯) ભરણીના યમ (૧૦) કૃતિકાના અગ્નિ (૧૧) રોહિણીના પ્રજાપતિ (૧૨) મૃગશીર્ષના સોમ (૧૩) આદ્રના રુદ્ર (૧૪) પુનર્વસના અદિતિ.
(૧૫) પુષ્યના બૃહસ્પતિ (૧૬) અશ્લેષાના સર્પ (૧૭) મઘાના પિતૃ (૧૮) પૂર્વા ફાલ્યુનીના ભગ (૧૯) ઉત્તરા ફાલ્ગનીના અર્યમા (૨૦) હસ્તના સવિતુ (૨૧) ચિત્રાના ત્વષ્ટા (૨૨) સ્વાતિના વાયુ (૨૩) વિશાખાના ઇન્દ્રાગ્નિ (૨૪) અનુરાધાના મિત્ર (૨૫) જ્યેષ્ઠાના ઇન્દ્ર (૨૬) મૂળના નૈઋત (૨૭) પૂર્વાષાઢાના આપ અને (૨૮) ઉત્તરાષાઢાના વિશ્વદેવ, સ્વામી દેવ છે.
આ પ્રમાણે નક્ષત્રો અને સ્વામી દેવની પરિપાટી જાણવી. યાવત્ અંતિમ પ્રશ્ન- હે ભગવન્! ઉતરાષાઢા નક્ષત્રના સ્વામી દેવ કોણ છે? હે ગૌતમ! વિશ્વદેવ ઉત્તરષાઢાના સ્વામી દેવ છે.
વિવેચન :
પ્રત સૂત્રમાં "નક્ષત્ર દેવ દ્વાર" નામના બીજા દ્વારનું વર્ણન છે. અભિજિત આદિ નક્ષત્રના પદ્માદિ સ્વામી દેવ છે.