________________
સાત વક્ષસ્કાર
[ પ૩૯ ]
નક્ષત્રના તારા વિમાનની સંખ્યા :१४० एतेसिणं भंते ! अट्ठावीसाए णक्खत्ताणं अभिईणक्खत्ते कइतारे पण्णते? ।
गोयमा ! तितारे पण्णत्ते । एवं णेयव्वा जस्स जइयाओ ताराओ, इमं च तं તાર
तिग-तिग-पंचेगसयं दुग-दुगबत्तीसगं तिग तिगं च । छप्पंचग-तिगएक्कग, पंचग-तिग-छक्कगं चेव ॥१॥ सत्तग-दुगदुग पंचग, एक्केक्कग, पंच, चउतिगं चेव ।
एक्कारसग-चउक्क चउक्कग चेव तारग्ग ॥२॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ અઠ્ઠયાવીસ નક્ષત્રોમાં અભિજિત નક્ષત્રના કેટલા તારા છે?
ઉત્તર- હે ગૌતમ! અભિજિત નક્ષત્રના ત્રણ તારા છે. જે નક્ષત્રોના જેટલા જેટલા તારાઓ છે. તે આ પ્રમાણે છે
(૧) અભિજિત નક્ષત્રના ત્રણ તારા, (૨) શ્રવણ નક્ષત્રના ત્રણ તારા, (૩) ધનિષ્ઠા નક્ષત્રના પાંચ તારા, (૪) શતભિષક નક્ષત્રના સો તારા, (૫) પૂર્વભાદ્રપદા નક્ષત્રના બે તારા, (૬) ઉત્તર ભાદ્રપદા નક્ષત્રના બે તારા, (૭) રેવતી નક્ષત્રના બત્રીસ તારા, (૮) અશ્વિની નક્ષત્રના ત્રણ તારા, (૯) ભરણી નક્ષત્રના ત્રણ તારા, (૧૦) કૃતિકા નક્ષત્રના છ તારા, (૧૧) રોહિણી નક્ષત્રના પાંચ તારા, (૧૨) મૃગશિર નક્ષત્રના ત્રણ તારા, (૧૩) આર્કા નક્ષત્રનો એક તારો, (૧૪) પુનર્વસુ નક્ષત્રના પાંચ તારા, (૧૫) પુષ્યનક્ષત્રના ત્રણ તારા, (૧૬) અશ્લેષા નક્ષત્રના છ તારા, (૧૭) મઘા નક્ષત્રના સાત તારા, (૧૮) પૂર્વ ફાલ્યુની નક્ષત્રના બે તારા, (૧૯) ઉત્તરાફાલ્યુની નક્ષત્રના બે તારા, (૨૦) હસ્ત નક્ષત્રના પાંચ તારા, (ર૧) ચિત્રા નક્ષત્રનો એક તારો, (૨૨) સ્વાતિ નક્ષત્રનો એક તારો, (૨૩) વિશાખા નક્ષત્રના પાંચ તારા, (૨૪) અનુરાધા નક્ષત્રના ચાર તારા, (૨૫) જ્યેષ્ઠા નક્ષત્રના ત્રણ તારા, (ર) મૂલ નક્ષત્રના અગિયાર તારા, (૨૭) પૂર્વાષાઢા નક્ષત્રના ચાર તારા તથા (૨૮) ઉત્તરાષાઢા નક્ષત્રના ચાર તારા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં “નક્ષત્રના તારા પ્રમાણ દ્વાર” નામના ત્રીજા દ્વારનું વર્ણન છે. પ્રસ્તુતમાં સૂત્રકારે ૨૮ નક્ષત્રોના તારાઓની સંખ્યાનું કથન કર્યું છે. તારા શબ્દનો અર્થ – તારાશ્વત્રજ્યોતિવિમાનાન, ધારીનક્ષત્રજ્ઞાતીયજ્યોતિના विमानानीत्यर्थः।
અહીં તારા શબ્દનો અર્થ 'નક્ષત્રોના વિમાનો સમજવો, જ્યોતિષ્કના પાંચમા ભેદરૂપ તારા નહીં, નક્ષત્રના વિમાન મોટા છે, તારાના વિમાન નાના છે, તારાઓની સંખ્યા કોટાકોટિ પ્રમાણ છે. અહીં નક્ષત્રના તારા ૩, ૫, આદિ કહ્યા છે. માટે અહીં તારા શબ્દનો અર્થ નક્ષત્ર વિમાન સમજવો જરૂરી છે.