________________
પ૩૬ ]
શ્રી જબૂદીપ પ્રાપ્તિ સુત્ર
तत्थ णं जे से णक्खत्ते जे णं सया चंदस्स पमई जोगं जोएइ, सा णं एगा
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! ૨૮ નક્ષત્રમાંથી (૧) કેટલા નક્ષત્ર ચંદ્ર સાથે દક્ષિણ દિશાથી એટલે દક્ષિણ દિશામાં રહીને યોગ(સંબંધ) જોડે છે? (૨) કેટલા નક્ષત્ર ચંદ્ર સાથે ઉત્તર દિશાથી યોગ જોડે છે? (૩) કેટલા નક્ષત્ર ચંદ્ર સાથે દક્ષિણ દિશાથી, ઉત્તર દિશાથી અને પ્રમર્દ યોગ સંબંધ જોડે છે? (૪) કેટલા નક્ષત્ર ચંદ્ર સાથે દક્ષિણ દિશાથી અને ઉપર-નીચેથી યોગ જોડે છે? (૫) કેટલા નક્ષત્ર હંમેશાં પ્રમર્દ યોગ જોડે છે?
ઉત્તર– હે ગૌતમ! ૨૮ નક્ષત્રમાંથી– (૧) મૃગશીર્ષ, આદ્ર, પુષ્ય, અશ્લેષા, હસ્ત અને મૂલ, આ છ નક્ષત્ર ચંદ્ર સાથે દક્ષિણ દિશામાં રહીને યોગ કરે છે. આ છ નક્ષત્ર ચંદ્રના સર્વ બાહ્ય મંડળની બહારની બાજુએ હોય છે. તેથી દક્ષિણ દિશાથી જ ચંદ્ર સાથે યોગ થાય છે.
(૨) અભિજિત શ્રવણ, ધનિષ્ઠા, શતભિષક, પૂર્વભાદ્રપદ, ઉત્તર ભાદ્રપદ, રેવતી, અશ્વિની, ભરણી, પૂર્વ ફાલ્ગની, ઉત્તર ફાલ્ગની, સ્વાતિ, આ ૧૨ નક્ષત્ર ચંદ્રની ઉત્તર દિશામાં રહીને ચંદ્ર સાથે યોગ કરે છે.
(૩) કૃતિકા, રોહિણી, પુનર્વસુ, મઘા, ચિત્રા, વિશાખા, અનુરાધા, આ સાત નક્ષત્ર ચંદ્ર સાથે દક્ષિણ દિશાથી, ઉત્તર દિશાથી અને પ્રમર્દયોગ એમ ત્રણે પ્રકારે યોગ કરે છે.
(૪) બે આષાઢા(પૂર્વષાઢા અને ઉત્તરાષાઢા) નક્ષત્ર ચંદ્ર સાથે દક્ષિણ દિશાથી પ્રમર્દ યોગ કરે છે. તે સર્વબાહા મંડળ પર યોગ કર્યો હતો, કરે છે અને કરશે.
(૫) એક જ્યેષ્ઠા નક્ષત્ર ચંદ્ર સાથે માત્ર એક પ્રમર્દ યોગ (ઉપર કે નીચે સીધાણમાં રહીને જ સંબંધ) કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં "નક્ષત્ર યોગ દ્વાર" નામના પ્રથમ દ્વારનું વર્ણન છે.
ચંદ્ર મંડળથી ૪ યોજન ઊંચે નક્ષત્ર મંડળો છે. નક્ષત્રોની ભ્રમણ ગતિ તીવ્ર છે અને ચંદ્રની ગતિ મંદ છે. યોગ:- વ્યો સંવય ઉપર, નીચે સ્થિત પરિભ્રમણ માર્ગ પર ભ્રમણ કરતા ચંદ્ર અને નક્ષત્ર જેટલો સમય એક સાથે ગમન કરે, તેને યોગ કહે છે અર્થાતુ ચંદ્ર અને નક્ષત્રોના સહગમન રૂપ સંબંધને યોગ કહે છે.
ચંદ્ર નક્ષત્રના યોગ:- ચંદ્ર નક્ષત્રના પાંચ પ્રકારના યોગ-સંબંધ છે.
(૧) દક્ષિણાભિમુખી યોગ :- જે નક્ષત્રો ચંદ્રથી દક્ષિણ દિશામાં જ રહીને સાથે ચાલે તેવા નક્ષત્રોનો ચંદ્ર સાથે દક્ષિણાભિમુખી-દક્ષિણ દિશાથી યોગ કહેવાય છે. સર્વ બાહ્ય મંડળવર્તી પ્રથમના ૬ નક્ષત્રો (પૂર્વા