________________
પ૩૪ ]
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
એક યુગમાં ૧,૮૩૦ અહોરાત્ર – ૧ વર્ષમાં ૩૬૬ અહોરાત્ર હોય છે. તેથી એક યુગના પાંચ વર્ષમાં ૩ss x ૫ = ૧,૮૩) અહોરાત્ર હોય છે. એક યુગમાં ૫૪,૯૦૦ મુહૂર્ત - એક અહોરાત્રના ૩૦ મુહૂર્ત હોય છે. તેથી એક યુગના ૧,૮૩૦ અહોરાત્રમાં ૧,૮૩૦ x ૩૦ = ૫૪,૯૦૦ મુહૂર્ત હોય છે. નક્ષત્ર નિરૂપણના દસ દ્વાર :
जोगो देव य तारग्ग, गोत्त संठाण चंद रवि जोगा ।
कुल पुण्णिम अवमंसा य, सण्णिवाए य णेया य ॥१॥ ભાવાર્થ:- નક્ષત્ર વર્ણનના ૧૦ દ્વાર છે– (૧) યોગ દ્વાર-ચંદ્ર સાથે દક્ષિણયોગી ઉત્તરયોગી વગેરે નક્ષત્રો (ર) દેવકાર-નક્ષત્રના દેવ (૩) તારાગ્ર-નક્ષત્રના તારાનું પ્રમાણ (૪) ગોત્ર-નક્ષત્રના ગોત્ર (૫) સંસ્થાન દ્વાર-નક્ષત્રનો આકાર (૬) રવિ ચંદ્ર યોગ દ્વાર-નક્ષત્રનો ચંદ્ર, સૂર્ય સાથેનો સહયોગ સંબંધ (૭) કુલ દ્વારકુલ સંજ્ઞક, ઉપકુલ સંજ્ઞક અને કુલીપકુલ સંજ્ઞક નક્ષત્ર (૮) પૂનમ, અમાસ દ્વાર-પૂનમ અને અમાવસ્યાની સંખ્યા (૯) સંનિપાત દ્વાર-પૂનમ અમાસનો નક્ષત્ર સાથે સંબંધ (૧૦) નેતા દ્વાર-માસના પરિસમાપક નક્ષત્ર ગણ. १३७ कइ णं भंते ! णक्खत्ता पण्णत्ता ?
गोयमा ! अट्ठावीसं णक्खत्ता पण्णत्ता, तं जहा- अभिई सवणो धणिट्ठा सयभिसया पुव्वभद्दवया उत्तरभद्दवया रेवई अस्सिणी भरणी कत्तिया रोहिणी मियसिरा अद्दा पुणव्वसू पूसो अस्सेसा मघा पुव्वफग्गुणी उत्तरफग्गुणी हत्थो चित्ता साई विसाहा अणुराहा जेट्ठा मूलं पुव्वासाढा उत्तरासाढा । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! નક્ષત્ર કેટલા છે?
ઉત્તર- હે ગૌતમ! નક્ષત્ર અયાવીસ છે, તે આ પ્રમાણે છે– (૧) અભિજિત, (૨) શ્રવણ, (૩) ધનિષ્ઠા, (૪) શતભિષક, (૫) પૂર્વભાદ્રપદા, (૬) ઉત્તરભાદ્રપદા(૭) રેવતી, () અશ્વિની, (૯) ભરણી, (૧૦) કૃતિકા, (૧૧) રોહિણી, (૧૨) મૃગશિર, (૧૩) આદ્ર, (૧૪) પુનર્વસુ, (૧૫) પુષ્ય, (૧૬) અશ્લેષા, (૧૭) મઘા, (૧૮) પૂર્વાફાલ્ગની, (૧૯) ઉત્તરાફાલ્ગની, (૨૦) હસ્ત, (૨૧) ચિત્રા, (૨૨) સ્વાતિ, (૨૩) વિશાખા, (૨૪) અનુરાધા, (૨૫) જ્યેષ્ઠા, (૨૬) મૂલ, (૨૭) પૂર્વાષાઢા (૨૮) ઉત્તરાષાઢા. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં નક્ષત્ર વર્ણન માટેના ૧૦ દ્વાર અને ૨૮ નક્ષત્રોના નામનો ઉલ્લેખ છે. તે સુત્રાર્થથી સ્પષ્ટ છે.